અકબરના વાડામાં સિતાની એન્ટ્રી, જાણો શું છે આખો મામલો ?
સિતા માતા રામાયણનું પાત્ર છે જેને હિંદુઓ દેવી તરીકે માને છે
હિંદુઓની લાગણીને ઠેસ પહોંચતી હોવાની અદાલતમાં અરજી
સિલિગુડી.૧૯ ફેબુ્આરી,૨૦૨૪,સોમવાર
છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયામાં અકબરના વાડામાં સિતાની એન્ટ્રીનો મામલો ચર્ચાય છે. આ ઘટના પશ્ચિમ બંગાળના સિલગુડીમાં આવેલા બંગાળ સફારી પાર્ક સાથે સંકળાયેલી છે. પ્રાપ્ત માહિતી અનુસાર પાર્કના એક વાડામાં એક સિંહનું નામ અકબર છે. અકબરના વાડામાં સીતા નામની સિંહણ લાવવામાં આવતા હિંદુ સંગઠનોએ અકબર અને સીતા નામનો વિરોધ કરતા વિવાદ વકર્યો છે.
હિંદુ સંગઠનોનું માનવું હતું કે આ બેહુદું નામ છે જેમાં હિંદુ ધર્મનું અપમાન છે. અકબર એક મોગલ રાજા હતો જયારે સિતા માતા રામાયણનું પાત્ર છે જેને હિંદુઓ દેવી તરીકે માને છે. પશ્ચિમ બંગાળના વિશ્વ હિંદુ પરિષદ સંગઠને સીતા અને અકબર નામ પાળવા બદલ વિરોધ વ્યકત કર્યો છે એટલું જ નહી સમગ્ર મામલાને અદાલતમાં પડકારવામાં આવ્યો છે.
હિંદુ સંગઠનોએ સિતા માતાના અપમાન અને હિંદુઓની લાગણીને ઠેસ પહોંચતી હોવાનું અરજીમાં જણાવીને તાત્કાલિક નામ બદલવાની માંગણી કરી છે. આ અંગે ૨૦ ફેબુ્આરીના રોજ કોર્ટ દ્વારા સુનાવણી હાથ ધરવામાં આવશે. પશ્ચિમ બંગાળના વન વિભાગના જણાવ્યા અનુસાર સીતા નામની ને સિંહણ વન વિભાગ દ્વારા નામકરણ કરવામાં આવ્યું નથી. ત્રિપુરામાં સિપાહીજલા નામના પ્રાણી સંગ્રહાલયથી સ્થળાંતર કાર્યકમ હેઠળ લાવવામાં આવી છે.