Get The App

CPI(M) વરિષ્ઠ નેતા સીતારામ યેચુરીનો પાર્થિવ દેહ દાન કરાયો, પરિવારે આ ઉદ્દેશ્યથી લીધો નિર્ણય

Updated: Sep 12th, 2024


Google NewsGoogle News
CPI(M) વરિષ્ઠ નેતા સીતારામ યેચુરીનો પાર્થિવ દેહ દાન કરાયો, પરિવારે આ ઉદ્દેશ્યથી લીધો નિર્ણય 1 - image


CPI(M) General Secretary Sitaram Yechury Death : માર્ક્સવાદી કમ્યુનિસ્ટ પાર્ટીના મહાસચિવ સીતારામ યેચુરીનું 72 વર્ષની વયે નિધન થયું છે. તેમણે આજે બપોરે 3.5 કલાકે અંતિમ શ્વાસ લીધા છે. તેમને શ્વાસ લેવામાં તકલીફ થવાના કારણે 19મી ઓગસ્ટે દિલ્હીની એઈમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેઓ ઘણા દિવસથી બિમાર હતા. તેમના પરિવારે શિક્ષણ અને સંશોધનના ઉદ્દેશ્યથી સીતારામ યેચુરીનો પાર્થિવ દેહ દિલ્હીની એમ્સ હોસ્પિટલને દાન કરી દીધો છે.

યેચુરીએ તાજેતરમાં મોતિયાનું ઓપરેશન કરાવ્યું હતું

સીતારામ યેચુરીને 19 ઓગસ્ટના રોજ તાવની ફરિયાદ બાદ એમ્સના ઈમરજન્સી વિભાગમાં દાખલ કરાયા હતા. તેમને ન્યુમોનિયાની અસર થઈ હોવાના કારણે હોસ્પિટલમાં દાખલ કરાયા હતો. તેમણે તાજેતરમાં મોતિયાનું ઓપરેશન કરાવ્યું હતું.

આ પણ વાંચો : માર્ક્સવાદી કમ્યુનિસ્ટ પાર્ટીના મહા સચિવ સીતારામ યેચુરીનું 72 વર્ષની વયે નિધન

જાણો કોણ છે સીતારામ યેચુરી?

માર્ક્સવાદી કમ્યુનિસ્ટ પાર્ટીના મહાસચિવ સીતારામ યેચુરીનો જન્મ 12મી ઓગસ્ટ 1952ના રોજ ચેન્નાઈમાં થયો હતો. તેમણે સેન્ટ સ્ટીફન્સ કોલેજ, દિલ્હીમાંથી અર્થશાસ્ત્રમાં બીએ અને જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી (જેએનયુ)માંથી એમએ કર્યું છે. તેઓ વર્ષ 1974માં સ્ટુડન્ટ્સ ફેડરેશન ઓફ ઈન્ડિયામાં જોડાયા.

યેચુરી ડાબેરી રાજકારણના અગ્રણી ચહેરા તરીકે ઓળખાતા હતા

સીતારામ યેચુરી વર્ષ 1975માં કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા (માર્કસવાદી)ના સભ્ય બન્યા. તેમને 1984માં CPI(M)ની સેન્ટ્રલ કમિટીમાં સામેલ કરવામાં આવ્યા હતા. આ પછી તેઓ 2015માં પાર્ટીના મહાસચિવ બન્યા. તેઓ 2005માં પશ્ચિમ બંગાળમાંથી રાજ્યસભા માટે ચૂંટાયા હતા. તેમને ડાબેરી રાજકારણનો એક અગ્રણી ચહેરો માનવામાં આવે છે.

આ પણ વાંચો : કોલકાતા દુષ્કર્મ કેસ: CM મમતા બેનરજી રાજીનામું આપવા તૈયાર, માફી માંગી હડતાળી ડૉક્ટરોને કહ્યું, ‘કામ પર પરત ફરો’

સીતારામ યેચુરીની શૈક્ષણિક અને રાજકીય કારકિર્દી

સીતારામ યેચુરીનો જન્મ 12મી ઓગસ્ટ 1952ના રોજ મદ્રાસ (ચેન્નઈ)માં તેલુગુ ભાષી બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેમના પિતા સર્વેશ્વર સોમયાજુલા યેચુરી આંધ્ર પ્રદેશ રાજ્ય માર્ગ પરિવહન નિગમમાં એન્જિનિયર હતા. તેમની માતા કલ્પકમ યેચુરી સરકારી અધિકારી હતા. સીતારામ યેચુરીએ પ્રેસિડેન્ટ એસ્ટેટ સ્કૂલ, નવી દિલ્હીમાં અભ્યાસ કર્યો અને સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન હાયર સેકન્ડરી પરીક્ષામાં ઓલ ઈન્ડિયા ફર્સ્ટ રેન્ક મેળવ્યોહ તો. ત્યારબાદ તેમણે દિલ્હીની સેન્ટ સ્ટીફન્સ કોલેજમાંથી અર્થશાસ્ત્રમાં બીએ (ઑનર્સ)નો અભ્યાસ કર્યો હતો. પછી તેમણે જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાં અર્થશાસ્ત્રમાં MA કર્યું હતું. તેઓ ઈમરજન્સી દરમિયાન JNUમાં વિદ્યાર્થી હતા ત્યારે તેમની ધરપકડ કરાઈ હતી.


Google NewsGoogle News