Get The App

દુષ્કર્મ આરોપી કોંગ્રેસ સાંસદ રાકેશ રાઠોરની ચાલુ પત્રકાર પરિષદમાં ધરપકડ, હાઇકોર્ટે ફગાવી હતી જામીન અરજી

Updated: Jan 30th, 2025


Google News
Google News
Rakesh Rathore arrested in Rape Case


Rakesh Rathore arrested in Rape Case: ઉત્તર પ્રદેશના સીતાપુરના કોંગ્રેસ સાંસદ રાકેશ રાઠોડની આજે એટલે કે 30 જાન્યુઆરીએ દુષ્કર્મના આરોપમાં તેમના નિવાસસ્થાનેથી ધરપકડ કરવામાં આવી હતી. અલ્લાહાબાદ હાઇકોર્ટ દ્વારા તેમની આગોતરા જામીન અરજી ફગાવી દેવામાં આવ્યા બાદ રાઠોડ તેમના નિવાસસ્થાને પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા હતા. આ દરમિયાન કોતવાલી નગર પોલીસે તેની ધરપકડ કરી હતી.

મહિલા પર દુષ્કર્મ કરવા બદલ FIR નોંધવામાં આવી 

પોલીસના જણાવ્યા અનુસાર, સાંસદ રાઠોડની ન્યાયિક પ્રક્રિયા હેઠળ ધરપકડ કરવામાં આવી છે.  કોંગ્રેસના સાંસદ રાકેશ રાઠોડ વિરુદ્ધ આ મહિને 15 જાન્યુઆરીએ લગ્નના બહાને એક મહિલા પર દુષ્કર્મ કરવા બદલ FIR નોંધવામાં આવી છે. મહિલાએ પોતાની ફરિયાદમાં આરોપ લગાવ્યો છે કે રાઠોડે લગ્નના બહાને તેની સાથે ઘણી વખત દુષ્કર્મ કર્યું હતું.

લગ્ન કરવાના બહાને દુષ્કર્મ આચર્યું 

સૂત્રોના જણાવ્યા અનુસાર, મહિલાએ ફરિયાદમાં જણાવ્યું છે કે, 'મારી સાથે લગ્ન કરવાના બહાનાથી છેલ્લા ચાર વર્ષથી રાઠોડ મારા પર બળાત્કાર ગુજારતો હતો. આ કેસમાં જામીન અરજી સ્થાનિક કોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવતા સાંસદ રાઠોડે  અલ્હાબાદ હાઇકોર્ટમાં અપીલ કરી હતી, પરંતુ ત્યાંથી પણ તેને રાહત મળી ન હતી. બાદ આ કેસમાં તેની ધરપકડનો રસ્તો સાફ થઈ ગયો હતો.'

આ પણ વાંચો: હંગેરીના વડાપ્રધાનને હાથીપ્રેમ કેરળ ખેંચી લાવ્યો, પરિવાર સાથે મુન્નાર હિલ્સની લીધી મુલાકાત

મહિલાએ સાંસદ સાથેની તેની તમામ કોલ ડિટેઇલ અને કોલ રેકોર્ડિંગ પણ પોલીસને સોંપી દીધા હતા. હાઇકોર્ટની લખનઉ બેન્ચે આ કેસમાં તેની આગોતરા જામીન અરજી ફગાવી દીધાના એક દિવસ બાદ પોલીસે રાઠોડની ધરપકડ કરી હતી. હાઇકોર્ટ સમક્ષ, સીતાપુરની સાંસદ-ધારાસભ્ય કોર્ટે પણ 23 જાન્યુઆરીએ રાઠોડની આગોતરા જામીન અરજી ફગાવી દીધી હતી.

દુષ્કર્મ આરોપી કોંગ્રેસ સાંસદ રાકેશ રાઠોરની ચાલુ પત્રકાર પરિષદમાં ધરપકડ, હાઇકોર્ટે ફગાવી હતી જામીન અરજી 2 - image

Tags :
rakesh-rathoresitapurcongressuttar-pradesh

Google News
Google News