Get The App

મારી બહેને ચાલુ ટ્રેનમાંથી કૂદવું પડ્યું...: થર્ડ ACમાં ટિકિટ છતાં ભીડના કારણે હાલત ખરાબ

Updated: Apr 15th, 2024


Google NewsGoogle News
મારી બહેને ચાલુ ટ્રેનમાંથી કૂદવું પડ્યું...: થર્ડ ACમાં ટિકિટ છતાં ભીડના કારણે હાલત ખરાબ 1 - image


Indian Railway: ભારતીય રેલવે દ્વારા દરરોજ લાખો લોકો યાત્રા કરે છે. આ સફર દરમિયાન તેમને અનેક પરેશાનીઓનો પણ સામનો કરવો પડે છે. તાજેતરમાં એક વ્યક્તિએ સોશિયલ મીડિયા (Social Media) પર એક તસવીર પોસ્ટ કરતા ટ્રેનની સમસ્યા વિશે જાણકારી આપી છે. તેમણે જણાવ્યું કે, ‘મારી બહેને ચાલુ ટ્રેનમાંથી કૂદી જવું પડ્યું કારણ કે, તેનું બાળક સ્ટેશન પર જ છૂટી ગયું હતું. ટ્રેનમાં એટલી ભીડ હતી કે, મારી બહેનને અનેક મુશ્કેલીનો સામનો કરવો પડ્યો અને તેમને ટ્રેનમાં ચઢવું મુશ્કેલ થઈ ગયુ હતું. બહેન તો ટ્રેનમાં ચઢી ગઈ પરંતુ તેનું બાળક સ્ટેશન પર જ રહી ગયું.’ આ વ્યક્તિએ લખ્યું કે, આ ઘટના થર્ડ AC કોચમાં બની. આ પોસ્ટમાં તેમણે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ  (Ashwini Vaishnaw) અને રેલવે મંત્રાલય (Ministry of Railways)ને પણ ટેગ કર્યા છે.

મારી બહેને ચાલુ ટ્રેનમાંથી કૂદવું પડ્યું

રચિત જૈન નામના યુઝરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ પોસ્ટ કરી છે. તેમણે એન્ટ્રી ગેટની તસવીર પણ શેર કરી છે. હવે તેમની આ પોસ્ટ વાયરલ થઈ રહી છે. લોકો તેમની પોસ્ટ પર પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. રજિત જૈને લખ્યું કે, ‘પોતાના બાળકને પાછું લેવા માટે મારી બહેને ટ્રેનમાંથી કૂદી જવું પડ્યું કારણ કે, તેમની પાસે બીજો કોઈ રસ્તો નહોતો. આ દરમિયા તેને ઈજા પણ પહોંચી છે. આ ચિંતાજનક બાબત છે. આરામદાયક મુસાફરી માટે પૈસા ચૂકવનાર મુસાફરોએ આવી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, જેમાં શૌચાલય જેવી પ્રાથમિક સુવિધાઓ મળવી પણ સામેલ છે.’ 

મુસાફરોને સુરક્ષિત મુસાફરી માટે તાત્કાલિક કાર્યવાહી કરવી જરૂરી

રચિતે આગળ લખ્યું કે, ‘ટિકિટ વગરના ગેરકાયદે મુસાફરો પણ ટ્રેનમાં હતા, જેના કારણે પરિસ્થિતિ વણસી ગઈ. આ પરિસ્થિતિનો તાત્કાલિક ઉકેલ લાવવા માટે કૃપા કરીને રેલવે પોલીસ અથવા ટિકિટ ચેકરની વ્યવસ્થા કરવામાં આવે. મુસાફરોને સુરક્ષિત અને આરામદાયક મુસાફરી માટે તાત્કાલિક કાર્યવાહી કરવી જરૂરી છે.’

નોંધનીય છે કે, આ પોસ્ટ 13 એપ્રિલના રોજ કરાઈ હતી. આ જ પોસ્ટના થ્રેડમાં રચિતે બીજી પણ અન્ય પોસ્ટ કરી છે, જેમાં તેમણે રેલવેની અનેક સમસ્યાઓ તરફ ધ્યાન દોર્યું છે. 


Google NewsGoogle News