સાહેબ, અધિકારીઓ કશું સાંભળતા જ નથી...: યોગીની સામે જ ધારાસભ્યએ વ્યક્ત કરી નારાજગી
Image: Facebook
Yogi Adityanath: લોકસભા ચૂંટણીમાં પાર્ટીના પ્રદર્શન બાદથી સીએમ યોગી સતત બેઠક કરી રહ્યાં છે અને પાર્ટીના નેતાઓ સાથે મુલાકાત કરી રહ્યાં છે. તાજેતરમાં જ ઉત્તર પ્રદેશની 10 વિધાનસભા બેઠકો પર થનારી પેટા ચૂંટણીની તૈયારીઓને લઈને સીએમ યોગી કાર્યરત છે. આ દરમિયાન મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અલગ-અલગ મંડળના ધારાસભ્યો સાથે મુલાકાત કરવાનું શરૂ કર્યું છે. આ દરમિયાન ગુરુવારે સીએમ યોગી હાલ મેરઠ મંડળના ધારાસભ્યોની સાથે મીટિંગ કરી રહ્યાં છે. તે બાદ સીએમ યોગી પ્રયાગરાજ મંડળના ધારાસભ્યો સાથે વાત કરશે. આ પહેલા તેમણે બરેલી મંડળના ધારાસભ્યોની સાથે બેઠક કરી હતી. બેઠકમાં ધારાસભ્યોએ અધિકારીઓ વિરુદ્ધ ખૂબ ફરિયાદ કરી છે. મીટિંગમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું હતું કે કોઈ પણ જનપ્રતિનિધિની જીતમાં 50 ટકા પાર્ટીની તો 50 ટકા ભૂમિકા ઉમેદવારની હોય છે.
ધારાસભ્યો દ્વારા અધિકારીઓના ન સાંભળવાની ફરિયાદ પર મુખ્યમંત્રીએ સ્પષ્ટ આદેશ આપ્યા છે કે જો કોઈ અધિકારી સાંભળી રહ્યાં નથી તો તેમના વિરુદ્ધ પાક્કા પુરાવાની સાથે ફરિયાદ કરો ત્યારે તે અધિકારી વિરુદ્ધ તાત્કાલિક કાર્યવાહી થશે. મુખ્યમંત્રીએ ધારાસભ્યોને વિસ્તારની જનતા સાથે બરાબર સંવાદ જાળવી રાખવા અને તેમની સમસ્યાઓ પ્રત્યે સંવેદનશીલ બનવાની પણ સલાહ આપી દીધી છે.
એક ધારાસભ્ય દ્વારા હેલમેટની તપાસ પર પોલીસ દ્વારા પરેશાન કરવાની ફરિયાદ પર મુખ્યમંત્રીએ કહ્યું કે હેલમેટ સુરક્ષા માટે જરૂરી છે. કાયદાનું પાલન દરેક સ્થિતિમાં થવું જોઈએ. તેમણે કહ્યું કે સપા એટલા માટે 10 વર્ષથી સત્તાથી બહાર છે, કેમ કે તેમની સરકારમાં કાયદાનું પાલન થતું ન હતું. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે સરકારી આવાસ પર બરેલી મંડળથી આવેલા ધારાસભ્યોએ શિષ્ટાચાર મુલાકાત કરી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર ધારાસભ્યોએ સીએમ યોગીને અધિકારીઓની ફરિયાદ કરી હતી અને કહ્યું હતું અધિકારી તેમનું સાંભળતાં નથી. અધિકારીઓ પર કામ ન કરવાના આરોપ લગાવ્યા. સીએમ યોગીએ કાર્યવાહી કરવાની વાત કહી છે.