હાલ ચર્ચામાં આવેલી સિંઘુ બોર્ડરના નામની સ્ટોરી શું છે? જે થોડા દિવસ પહેલા બની ગઈ હતી 'મિની પંજાબ'
પ્રથમ કિસાન આંદોલન દરમિયાન સિંઘુ બોર્ડર લગભગ 380 દિવસ સુધી બંધ હતી.
ખેડૂતો અહીંના ત્રણ કૃષિ કાયદાઓ સામે હડતાળ પર બેઠા હતા
Singhu border: દિલ્હીની જનતા અને કેન્દ્ર સરકાર દબાણનો સામનો કરી રહી છે. સંયુક્ત કિસાન મોરચા અને કિસાન મજદૂર મોરચા સહિત 26 ખેડૂત સંગઠનોએ 13 ફેબ્રુઆરીના રોજ દિલ્હી કૂચ કરવાના એલાન બાદ હવે 16 ફેબ્રુઆરીએ ભારત બંધનું એલાન કર્યું છે. બીજી તરફ હરિયાણા સરકારે ખેડૂતોને રોકવા માટે પોતાની તમામ તાકાત લગાવી દીધી છે. પંજાબ અને હરિયાણા બોર્ડર સંપૂર્ણપણે સીલ કરી દેવામાં આવી છે. આ સાથે જ મોટી સંખ્યામાં સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા છે. આ આંદોલનને તેમણે 'ચલો દિલ્લી માર્ચ' નામ આપ્યું છે. આથી સરકારે દિલ્હીની સરહદો પર વિશેષ વ્યવસ્થા કરવાની શરૂઆત કરી છે. તેમજ સરકાર અને વહીવટીતંત્ર સિંઘુ બોર્ડર પર વધુ સતર્ક છે. એવામાં જાણીએ કે દિલ્હીની આ સરહદને સિંઘુ બોર્ડર કેમ કહેવામાં આવે છે.
સિંઘુ બોર્ડર નામ કેવી રીતે પડ્યું?
દિલ્હી અને હરિયાણાની સરહદ પર આવેલા એક ગામનું નામ સિંધુ છે. આ ગામથી દિલ્લીની હદ પૂરી થાય છે અને હરિયાણાની શરુ થાય છે. આ બોર્ડર દ્વારા જ પંજાબ અને હરિયાણાના મોટાભાગના ખેડૂતો દિલ્લીમાં પ્રવેશ કરે છે. આ પહેલાના આંદોલન સમયે પણ આ બોર્ડર 380 દિવસ સુધી સીલ કરી દેવામાં આવી હતી. જેથી દિલ્હી અને હરિયાણા બંને રાજ્યોના લોકોને મુશ્કેલી પડી હતી.
આ બોર્ડર 1 વર્ષ માટે બની ગઈ હતી મિની પંજાબ
ત્રણ કૃષિ કાયદાઓ વિરુદ્ધ ખેડૂતોએ હડતાલ કરી હતી. એ દરમિયાન સિંઘુ બોર્ડર પર લગભગ 380 દિવસ સુધી બંધ રહી હતી. ત્યાં દરેક જગ્યાએ બેરિકેડ લગાવવામાં આવ્યા હતા અને બોર્ડરની આસપાસ તેમના તંબુઓ ગોઠવી દીધા હતા. જયારે હવે ફરીથી ખેડૂતો દ્વારા 3 ફેબ્રુઆરીએ ચલો દિલ્હી માર્ચનું આહ્વાન થતા જ બોર્ડર પર બેરીકેટ અને કાંટાળા તાર લગાવવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
હરિયાણાના ખેડૂતોને રોકવા માટે તૈયારીઓ
હરિયાણા સરકાર દ્વારા ખેડૂતોને દિલ્લી જતા રોકવા માટે ઘણા પગલાઓ ભરવામાં આવે છે. જેમાં સરકારે હરિયાણાના અંબાલા, હિસાર, કુરુક્ષેત્ર, કૈથલ, જીંદ, ફતેહાબાદ, ડબવાલી અને સિરસા આ 7 જિલ્લામાં સવારે 6 વાગ્યાથી મોબાઈલ ઈન્ટરનેટ, ડોંગલ અને બલ્ક એસએમએસ બંધ કરી દીધા છે.