'જો રામ કો લાયે હે...', સિંગર કનૈયા મિત્તલને લઈને કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, ગૃહ મંત્રાલયે આપ્યો આ આદેશ
Singer Kanhaiya Mittal Get Y Category Security : કેન્દ્ર સરકારે સિંગર કનૈયા મિત્તલની સુરક્ષા વધારી દીધી છે. પહેલા કનૈયાની પાસે X કેટેગરીની સુરક્ષા હતી, જ્યારે હવે ગૃહ મંત્રાલયે તેની સુરક્ષા વધારી છે. હવે તેમને Y કેટેગરીની સુરક્ષા આપવામાં આવી છે. કનૈયા મિત્તલને CRPF Y કેટેગરીની સુરક્ષા આપશે. ગૃહ મંત્રાલયના IBના થ્રેટ રિપોર્ટના આધાર પર કનૈયાની સુરક્ષા વધારવામાં આવી છે. જણાવી દઈએ કે, મિત્તલ હાલમાં જ કોંગ્રેસમાં સામેલ થવાના હતા, પરંતુ બાદમાં તેમણે ઈન્કાર કરી દીધો હતો.
કનૈયા મિત્તલે કહ્યું હતું કે, તેમણે સંતો, મહંતો અને રાજનેતાઓના ફીડબેક મળ્યા બાદ કોંગ્રેસમાં સામેલ થવા અંગેનો પોતાના વિચાર બદલી નાખ્યો છે. મિત્તલ પોતાના ગીત 'જો રામ કો લાયે હે, હમ ઉનકો લાયેંગે'થી ફેમસ થયા હતા. આ પહેલા તેમણે હરિયાણા વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસમાં જોડાવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.
પીટીઆઈના અનુસાર, કનૈયા મિત્તલે કોંગ્રેસમાં સામેલ થવાની પોતાની યોજના અંગે કહ્યું હતું કે, મેં (કોંગ્રેસમાં) સામેલ થવાની ઈચ્છા વ્યક્ત કરી હતી, પરંતુ લોકોએ મને ફીડબેક આપ્યો કે મારે સામેલ ન થવું જોઈએ. સંતો, મહંતો અને રાજનેતાઓએ કહ્યું કે, એવું ન થવું જોઈએ. જ્યારે ભાજપના વરિષ્ઠ નેતૃત્વએ હસ્તક્ષેપ કર્યો અને મેં તેમની સાથે વાત કરી, તો મને લાગ્યું કે આ પગલું ખોટું છે. 8 સપ્ટેમ્બરે કનૈયા મિત્તલને કહ્યું હતું કે, તેઓ જલ્દી કોંગ્રેસમાં સામેલ થશે. જોકે બાદમાં તેમણે ઈન્કાર કરી દીધો.