VIDEO : સિંધુ ભવન રોડ પર ચાલુ મોપેડ પર ઉભો થઈ જોખમી સ્ટંટ કરવું યુવકને ભારે પડ્યું, પોલીસે દબોચ્યો
સિંધુ ભવન રોડ પર જોખમી સ્ટંટ કરતા યુવકનો વીડિયો વાયરલ થયા બાદ પોલીસની કડક કાર્યવાહી
અમદાવાદ, તા.25 જૂન-2023, રવિવાર
અમદાવાદના અતિ વ્યસ્ત અને હાઈપ્રોફાઈલ એવા સિંધુ ભવન રોડ પર જોખમી સ્ટંટ કરતો એક યુવકનો વીડિયો વાયરલ થયો હતો. વીડિયામાં જોવા મળી રહ્યું છે કે, યુવક મોપેડ પર જોખમી સ્ટંટ કરીને પોતાનો અને અન્ય લોકોનો જીવ જોખમમાં મૂકી રહ્યો છે, ત્યારે આ વીડિયો પોલીસ સુધી પહોંચતા પોલીસે પણ કાર્યવાહી કરી છે. હાલ પોલીસે આ યુવકની ધરપકડ કરી છે.
VIDEO : સિંધુ ભવન રોડ પર ચાલુ મોપેડ પર ઉભો થઈ જોખમી સ્ટંટ કરવું યુવકને ભારે પડ્યું, પોલીસે દબોચ્યો#SindhuBhavanRoad #RiskyStunt #VehicleStunt #AhmedabadPolice #MopedStunt pic.twitter.com/7Z1sjA5bIU
— Gujarat Samachar (@gujratsamachar) June 25, 2023
યુવકને જોખમી સ્ટંટ કરવો ભારે પડ્યો
દરમિયાન શહેરમાં જાણે પોલીસનો ડર અને કાયદાની બીક ન હોય તેવા વર્તનો યુવાનો કરી રહ્યા છે, તો છેલ્લા કેટલાક સમયથી જોખમી સ્ટંટ કરતા અનેક વિડીયો પણ સામે આવ્યા છે. ત્યારે આજે શહેરના અતિ વ્યસ્ત અને હાઈપ્રોફાઈલ એવા સિંધુ ભવન રોડ પર જોખમી સ્ટંટ કરતો વીડિયો વાયરલ થયો હતો આ વીડિયોમાં યુવક ચાલુ મોપેડ પર ઉભો થઈને હાથ ખુલ્લા રાખીને સ્ટંટ કરતો જોવા મળી રહ્યો છે. યુવકની આ કરતુતના કારણે પોતાનો અને અન્ય લોકોનો જીવ જોખમમાં મૂકી રહ્યો છે, ત્યારે આ બાબત સામે આવતા પોલીસે પણ ઝડપી કાર્યવાહી કરી છે અને સ્ટંટ કરનાર યુવકની ધરપકડ કરી છે.