બદલાયો SIM કાર્ડ ખરીદવાનો નિયમ, PMOએ આપ્યા નિર્દેશ, ઉલ્લંઘન કરનારા વિરૂદ્ધ થશે કાર્યવાહી
Sim Card New Rule In India: પ્રધાનમંત્રી ઓફિસ (PMO)એ ટેલિકોમ ડિપાર્ટમેન્ટને એક જરૂરી નિર્દેશ આપ્યા છે. જેના અનુસાર, હવે નવા સિમ કાર્ડ કનેક્શન માટે આધાર બેઝ્ડ બાયોમેટ્રિક વેરિફિકેશન ફરજિયાત કરી દેવાયું છે. આ પગલાનો ઉદ્દેશ્ય નકલી દસ્તાવેજોના માધ્યમથી મળેલા મોબાઈલ કનેક્શનના વધતા ખોટા ઉપયોગને રોકવાનો છે. જણાવી દઈએ કે, નકલી દસ્તાવેજો દ્વારા ગેરકાયદે સિમ કાર્ડ ખરીદવામાં આવે છે અને પછી ખોટી રીતે તેનો ઉપયોગ થાય છે.
રિપોર્ટ અનુસાર, પહેલા યુઝર્સ નવું મોબાઈલ કનેક્શન મેળવવા માટે કોઈ પણ સરકારી આઈડી, જેમ કે વોટર આઈડી અથવા પાસપોર્ટનો ઉપયોગ કરતા હતા. જો કે, હજુ પણ નવા સિમ કાર્ડને એક્ટિવ કરવા માટે આધારના માધ્યમથી બાયોમેટ્રિક વેરિફિકેશન જરૂરી છે. છૂટક વેપારીઓએ હવે આ નવા નિયમનું ફરજિયાત પણે પાલન કરવાનું રહેશે.
નકલી સિમ કાર્ડ પર સરકારનું આકરું વલણ
ટેલિકોમ સેક્ટરની હાલની સમીક્ષા બેઠક બાદ આ નિર્ણય લેવાયો છે. જેમાં જણાવા મળે છે કે, આર્થિક કૌભાંડમાં નકલી સિમ કાર્ડની ભૂમિકા છે. તપાસમાં એવા ઉદાહરણ સામે આવ્યા જ્યાં એક જ ડિવાઈસથી અનેક સિમ કાર્ડ જોડાયેલા હતા, જે ટેલિકોમ નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યા હતા અને સાયબર ક્રાઈમને પ્રોત્સાહન આપી રહ્યા હતા.
PMOએ આપ્યા આ નિર્દેશ
હવે કડકાઈથી કાર્યવાહી થશે. PMOએ ટેલિકોમ ડિપાર્ટમેન્ટને કાયદા અમલીકરણ એજન્સીઓના સાથે સહયોગ કરવા અને ગુનેગારોની ઓળખ કરવા અને તેના પર કાર્યવાહી કરવાના નિર્દેશ આપ્યા છે. નકલી ડોક્યુમેન્ટ્સનો ઉપયોગ કરીને સિમ કાર્ડ એક્ટિવ કરનારા રિટેલ વેપારીઓએ આકરી કાર્યવાહીનો સામનો કરવો પડશે. સાઈબર ગુનેગારોને રોકવા અને નકલી સિમ કાર્ડ ખરીદવા પર રોક લગાવવા માટે સરકારે હવે આકરા પગલાં ભર્યા છે.
આ પણ વાંચો: મા-બાપ માટે લાલબત્તી સમાન કિસ્સો: ભુજમાં 17 વર્ષીય કિશોરે ગેમ હારી જતાં કર્યો આપઘાત