Get The App

1 જાન્યુઆરીથી સિમ કાર્ડના નિયમોમાં ફેરફાર... નવા નંબરો પર રહેશે સરકારની બાજ નજર

ટેલિકોમ્યુનિકેશન વિભાગનું નોટિફિકેશન, 1 જાન્યુઆરીથી સિમકાર્ડ ખરીદવાની જૂની પદ્ધતિ બંધ

સરકારે સિમકાર્ડ ખરીદવાની જૂની પદ્ધતિ બંધ કરી, નવા નિયમો કરશે 1 જાન્યુઆરીથી અમલ

Updated: Dec 18th, 2023


Google NewsGoogle News

1 જાન્યુઆરીથી સિમ કાર્ડના નિયમોમાં ફેરફાર... નવા નંબરો પર રહેશે સરકારની બાજ નજર 1 - image

નવી દિલ્હી, તા.18 નવેમ્બર-2023, સોમવાર

Sim Card New Rule : નવા વર્ષની પહેલી તારીખથી સિમ કાર્ડના નિયમોમાં ધરમૂળથી ફેરફાર થવાનો છે. આ માટે કેન્દ્ર સરકારે નોટિફિકેશ બહાર પાડી આદેશ પણ જારી કરી દીધો છે. સરકારના આદેશ મુજબ હવે સિમકાર્ડ ખરીદનારા અને વેચનારા બંનેએ નવા નિયમોનું ખાસ ધ્યાન રાખવું પડશે. નવા નિયમોનું ઉલ્લંઘન કરનારે મોટું નુકસાન પણ ભોગવવું પડી શકે છે. અગાઉ નવું સિમકાર્ડ ખરીદવા આધારકાર્ડની વિગતો, નામ-ઠેકાણું વગેરે જેવી બાબતો પેપર ફોર્મ પર લખવામાં આવતી હતી, જોકે હવે આ પદ્ધતિને 1 જાન્યુઆરી-2024થી બંધ કરી દેવામાં આવશે. સરકારે સિમ કાર્ડ ખરીદનારા માટે  નવી સુવિધા શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. આ સુવિધાના કારણે હવે યુઝર્સો પેપર ફોર્મ પદ્ધતિ વગર નવું સિમકાર્ડ મેળવી શકશે.

સિમ કાર્ડ ખરીદવાની જૂની પેપર બેઝ્ડ પદ્ધતિ બંધ કરવાનો નિર્ણય

ટેલિકોમ્યુનિકેશન વિભાગે (Department of Telecommunications) તાજેતરમાં જ એક નોટિફિકેશન બહાર પાડ્યું છે, જેમાં 1 જાન્યુઆરી-2024થી પેપર ફોર્મ પદ્ધતિથી થતી KYC કામગીરી બંધ કરવાનો નિર્ણય કર્યો છે. દેશમાં વધતા જતી સાઈબર ક્રાઈમની ઘટનાઓને ધ્યાને રાખી સરકારે સિમ કાર્ડ ખરીદવા માટેની જૂની પદ્ધતિને બંધ કરી નવી પદ્ધતિ શરૂ કરવાનો નિર્ણય લીધો છે. સિમ કાર્ડ ખરીદવાના નવા નિયમોના કારણે નકલી સિમ કાર્ડ પર પણ સકંજો કસાશે. ઉપરાંત સરકાર સિમ સેલ પોઈન્ટની માહિતી પણ સરળતાથી મેળવી શકશે. જો ભવિષ્યમાં કોઈ ક્રાઈમ થશે તો પોઈન્ટ ઓફ સેલ દ્વારા જે-તે સીમકાર્ડ ધારકની પૂછપરછ પણ થઈ શકે છે. નવું સિમકાર્ડ ધારકની તમામ વિગતો સરકાર પોતાની પાસે રાખશે.

સિમ કાર્ડ ખરીદવા હવે Biometric પદ્ધતિનો થશે ઉપયોગ

અગાઉ સરકારે 9 ઓગસ્ટ-2012ના રોજ એક નોટિફિકેશન બહાર પાડ્યું હતું, જેમાં સિમ કાર્ડ માટેની પેપર બેસ્ડ KYCને મંજૂરી અપાઈ હતી, જોકે હવે નિયમોમાં મહત્વના ફેરફારો કરાયા છે. નવા નિયમ મુજબ હવે સિમકાર્ડ ખરીદનાર અને વેચનારે Biometric પદ્ધતિથી સંપૂર્ણ વિગતો ભરવી પડશે અને સંપૂર્ણ વિગતો ભરાયા બાદ જ નવું સિમકાર્ડ આપવામાં આવશે. નવા નિયમથી સિમકાર્ડ મેળવનારને કોઈપણ સમસ્યાનો સામનો કરવો નહીં પડે, ઉપરાંત ખરીદનારને અપાયેલું સિમકાર્ડ નકલી છે કે અસલી, તે પણ સરળતાથી જાણી શકાશે. અગાઉ કોઈપણ ID પરથી સિમકાર્ડ સરળતાથી ખરીદી શકાતું હતું, તેના કારણે ક્રાઈમની ઘટનાઓ પણ વધી હતી. જોકે સરકારે હવે આ મામલે કડક પગલા ભરવાના શરૂ કરી દીધા છે.


Google NewsGoogle News