વાદળ ફાટ્યુને સિક્કિમનો સૌથી મોટો ડેમ માત્ર 10 મિનિટમાં ધોવાઈ ગયો, 1200 MWનો હાઈડ્રોપાવર પ્રોજેક્ટ પણ સાફ
ફરી આ હાઇડ્રોપાવર પ્રોજેક્ટને તૈયાર કરવા હજારો કરોડનો ખર્ચ
Sikkim disaster : સિક્કિમમાં ગઈકાલે વાદળ ફાટ્યા (Sikkim Cloudburst) બાદ તિસ્તા નદીમાં અચાનક ભયાનક (Floods in the Teesta River) પૂર આવ્યું હતું જેના કારણે તબાહી સર્જાઈ હતી. એવામાં તીસ્તા નદી પર બાંધવામાં આવેલ ભારતનો બીજા નંબરનો સૌથી મોટો હાઇડ્રોપાવર પ્રોજેક્ટને (1,200 MW project dam washed away) પૂરથી ભારે નુકસાન થયું હતું.
1,200 મેગાવોટનો હાઇડ્રોપાવર પ્રોજેક્ટ પણ સાફ
પૂરને કારણે ડેમ ઉપરથી પાણી ઓવરફ્લો થતાં તિસ્તા પાવર સ્ટેશનમાંથી વીજ ઉત્પાદન બંધ કરી દેવામાં આવ્યું છે. ડેમનું સંચાલન કરતી PSU NHPC હાલમાં પરિસ્થિતિનું મૂલ્યાંકન કરી રહી છે. ચુંગથાંગ ખાતેનો 1,200 મેગાવોટનો સિક્કિમ હાઇડ્રોપાવર પ્રોજેક્ટ પણ પૂરને કારણે ધોવાઈ ગયો છે. 2017માં શરૂ કરાયેલ પાવર પ્રોજેક્ટ હજુ ગયા વર્ષે જ નફાકારક બન્યો હતો. જે બાદ આ પૂરથી તેને ફરી ભારે તેને નુકશાન પહોંચ્યું છે.
માત્ર દસ મિનિટમાં જ સિક્કિમનો સૌથી મોટો ડેમ ધોવાઈ ગયો
સિક્કિમ ઉર્જા લિમિટેડના એક્ઝિક્યુટિવ ચેરમેન સુનિલ સરોગીએ જણાવ્યું કે, પાણીનો પ્રવાહ એટલે ખતરનાક હતો કે માત્ર દસ મિનિટમાં જ આ હાઇડ્રોપાવર પ્રોજેક્ટ ધોવાઈ ગયો હતો. મંગળવારે રાત્રે 11.58 વાગ્યે અમને ITBP (ભારતીય ટાઇબર બોર્ડર પોલીસ) તરફથી અચાનક પૂર વિશે માહિતી મળી. તરત જ અમારી ટીમ ગેટ ખોલવા દોડી હતી. તેઓ દરવાજો ખોલે તે પહેલાં, પૂર ત્રાટક્યું. જેના કારણે આ મુશ્કેલી સર્જાઈ હતી.
ફરી તૈયાર કરવા હજારો કરોડનો ખર્ચ
આ પૂર એટલું વિનાશક હતું કે પાવર હાઉસને ડેમ સાથે જોડતો 200 મીટર લાંબો પુલ પણ ધોવાઈ ગયો છે. આખું પાવર હાઉસ પાણીમાં ડૂબી ગયું છે. આ મામલે હજુ નુકસાનનું મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે. આ પ્રોજેક્ટને ફરી ઉભો કરવા માટે હજારો કરોડ રૂપિયાનો ખર્ચનું બજેટ ખર્ચાય શકે છે. પ્રોજેક્ટ સાઇટના વિઝ્યુઅલ્સ બતાવે છે કે, ડેમની દિવાલનો મોટો ભાગ પાણીના વહેણમાં વહી ગયો છે.
ડાઉનસ્ટ્રીમ વિસ્તારોમાં 15-20 ફૂટ જળ સ્તર વધ્યું
સિક્કિમ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના જણાવ્યા અનુસાર, ચુંગથાંગ ડેમ તૂટી પડવાથી ડાઉનસ્ટ્રીમ વિસ્તારોમાં પાણીના સ્તરમાં અચાનક 15-20 ફૂટનો ઉછાળો આવ્યો હતો.
આ પ્રોજેક્ટની કાર્યક્ષમતા
આ પાવર પ્રોજેક્ટ ફેબ્રુઆરી 2017 માં કાર્યરત થયો હતો ત્યારબાદ ગયા વર્ષે જ નફાકારક બન્યો, પાણીના ભારે પ્રવાહને કારણે ક્ષમતા કરતાં વધુ વીજળી ઉત્પન્ન કરી હતી. સિક્કિમ સરકારનો પ્રોજેક્ટમાં આ પ્રોજેક્ટનો 60.08 ટકા હિસ્સો હતો.