'ડેમના ખરાબ બાંધકામના કારણે સિક્કિમમાં સર્જાયો વિનાશ', CMનો પૂર્વ સીએમ પર મોટો આરોપ

સિક્કિમના CMએ આ દુર્ઘટના માટે પૂર્વ સીએમ પવન કુમાર ચામલિંગને જવાબદાર ઠેરવાયા

Updated: Oct 6th, 2023


Google NewsGoogle News
'ડેમના ખરાબ બાંધકામના કારણે સિક્કિમમાં સર્જાયો વિનાશ', CMનો પૂર્વ સીએમ પર મોટો આરોપ 1 - image


Chungthang dam washed away due to substandard construction : સિક્કિમમાં ગઈકાલે વાદળ ફાટ્યા (Sikkim Cloudburst) બાદ તિસ્તા નદીમાં અચાનક ભયાનક (Floods in the Teesta River) પૂર આવ્યું હતું જેના કારણે તબાહી સર્જાઈ હતી. આ મામલે મુખ્યમંત્રીએ રાજ્યની અગાઉની સરકારને જવાબદાર ઠેરવી હતી. સીએમ પ્રેમ સિંહે એક વાતચીતમાં જણાવ્યું કે, ચુંગથાંગ ડેમ તૂટવાનું કારણ અગાઉની રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલ નબળું બાંધકામ છે. તિસ્તા નદીમાં પૂરના કારણે 1200 મેગાવોટનો હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટ પણ ધોવાઇ ગયો હતો. સિક્કિમના CMએ આ દુર્ઘટના માટે પૂર્વ સીએમ પવન કુમાર ચામલિંગની સિક્કિમ ડેમોક્રેટિક ફ્રન્ટ સરકારના ખરાબ બાંધકામ કાર્યને જવાબદાર ઠેરવ્યું છે. જો સિક્કિમના પૂર્વ CM પવન ચામલિંગની વાત કરવામાં આવે તો તે 24 વર્ષથી વધુ સમયથી સત્તા પર હતા.

પૂરમાં સિક્કિમનો સૌથી મોટો ડેમ સંપૂર્ણપણે ધોવાઈ ગયો

મુખ્યમંત્રી પ્રેમ સિંહ તમંગે જણાવ્યું કે, સિક્કિમનો સૌથી મોટો ડેમ ચુંગથાંગ પૂરના કારણે સંપૂર્ણપણે ધોવાઈ ગયો. આ કારણે રાજ્યના નીચેના ભાગના વિસ્તારને ભયંકર આફતનો સામનો કરવો પડ્યો હતો.  સિક્કિમમાં મંગળવારે રાત્રે વાદળ ફાટ્યા બાદ આવેલા પૂરે ભારે તબાહી મચાવી હતી. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 19 લોકોના મોત થયા છે, જેમાં સાત જેટલા સૈનિકો પણ સામેલ છે. ઉપરાંત 16 સૈનિકો સહિત 103 લોકો ગુમ થયા છે. દેશભરમાંથી આવેલ 3,000 થી વધુ પ્રવાસીઓ ફસાયેલા છે. અત્યાર સુધીમાં 2,500 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે અને 6,000 લોકોને રાહત શિબિરોમાં ખસેડવામાં આવ્યા છે.

'ડેમના ખરાબ બાંધકામના કારણે સિક્કિમમાં સર્જાયો વિનાશ', CMનો પૂર્વ સીએમ પર મોટો આરોપ 2 - image

1,200 મેગાવોટનો હાઇડ્રોપાવર પ્રોજેક્ટ પણ સાફ 

પૂરને કારણે ડેમ ઉપરથી પાણી ઓવરફ્લો થતાં તિસ્તા પાવર સ્ટેશનમાંથી વીજ ઉત્પાદન બંધ કરી દેવામાં આવ્યું છે. ડેમનું સંચાલન કરતી PSU NHPC હાલમાં પરિસ્થિતિનું મૂલ્યાંકન કરી રહી છે. ચુંગથાંગ ખાતેનો 1,200 મેગાવોટનો સિક્કિમ હાઇડ્રોપાવર પ્રોજેક્ટ પણ પૂરને કારણે ધોવાઈ ગયો છે. 2017માં શરૂ કરાયેલ પાવર પ્રોજેક્ટ હજુ ગયા વર્ષે જ નફાકારક બન્યો હતો. જે બાદ આ પૂરથી તેને ફરી ભારે તેને નુકશાન પહોંચ્યું છે.

ડાઉનસ્ટ્રીમ વિસ્તારોમાં 15-20 ફૂટ જળ સ્તર વધ્યું

સિક્કિમ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના જણાવ્યા અનુસાર, ચુંગથાંગ ડેમ તૂટી પડવાથી ડાઉનસ્ટ્રીમ વિસ્તારોમાં પાણીના સ્તરમાં અચાનક 15-20 ફૂટનો ઉછાળો આવ્યો હતો.



Google NewsGoogle News