પન્નુના ખાલીસ્તાની આતંકી સંગઠન મામલે ભારત સરકારનો મોટો નિર્ણય, વધુ પાંચ વર્ષ લંબાવ્યો પ્રતિબંધ

Updated: Jul 9th, 2024


Google NewsGoogle News
પન્નુના ખાલીસ્તાની આતંકી સંગઠન મામલે ભારત સરકારનો મોટો નિર્ણય, વધુ પાંચ વર્ષ લંબાવ્યો પ્રતિબંધ 1 - image

Terrorist Group Sikhs For Justice Ban Extended : કેન્દ્ર સરકારે આગામી પાંચ વર્ષ માટે UAPA હેઠળ શીખ્સ ફોર જસ્ટિસ (SFJ) પર પ્રતિબંધ લંબાવ્યો છે. નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી-NIA દ્વારા કરવામાં આવેલી તપાસમાં મળેલા નવા પુરાવાના આધારે આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ પુરાવા SFJ અને તેના આશ્રયદાતા ગુરપતવંત સિંહ પન્નુ વિરુદ્ધ એકત્રિત કરવામાં આવ્યા છે.

પન્નુ વિરુદ્ધ અડધા ડઝનથી વધુ કેસ

નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ 'Sikhs for Justice' (SFJ) અને અમેરિકન નાગરિક ગુરપતવંત સિંહ પન્નુ (Gurpatwant Singh Pannu) વિરુદ્ધ અડધા ડઝનથી વધુ કેસ નોંધ્યા છે.

ગત વર્ષે પન્નુની ભારત સ્થિત મિલકતો કબજે કરાઈ હતી

ગયા વર્ષે એજન્સીએ પંજાબ અને ચંદીગઢમાં તેની મિલકતો પણ કબજે કરી લીધી હતી. અગાઉ, ભારત સરકારે જુલાઈ 2019 માં શીખ ફોર જસ્ટિસ પર પ્રતિબંધ મૂક્યો હતો, ત્યારબાદ આ પ્રતિબંધની અવધિ આ વર્ષે લંબાવવામાં આવી રહી છે.

પન્નુએ સતત ઘણા અલગતાવાદી અભિયાનો ચલાવ્યા

2007માં ખાલિસ્તાની ઉગ્રવાદી ગુરવંતસિંહ પન્નુએ શીખ ફોર જસ્ટિસ સંસ્થાની રચના કરી, જેનો ઉદ્દેશ શીખો માટે અલગ દેશની માંગ કરવાનો છે. તેણે સતત ઘણા અલગતાવાદી અભિયાનો ચલાવ્યા, જેમાં પંજાબને ભારતમાંથી મુક્ત કરવાની વાત કરવામાં આવી હતી, સંગઠને માત્ર પંજાબને ભારતથી અલગ કરવાની માંગ કરી હતી, તેણે ક્યારેય પાકિસ્તાન વિશે વાત કરી ન હતી.


Google NewsGoogle News