Get The App

મૂસેવાલાની માતા ફરી મા બનશે, આઇવીએફથી પ્રેગનન્ટ થઈ

Updated: Feb 28th, 2024


Google News
Google News
મૂસેવાલાની માતા ફરી મા બનશે, આઇવીએફથી પ્રેગનન્ટ થઈ 1 - image


- સિદ્ધુની 2022માં હત્યા કરવામાં આવી હતી

- સિદ્ધુ મૂસેવાલાના ફેન્સ આને તેનો પુર્નજન્મ માને છે: કુટુંબે સત્તાવાર સમર્થન આપ્યું નથી

અમૃતસર : સિદ્ધુ મૂસેવાલા પંજાબી ગાયક ઇન્ડસ્ટ્રીમાં એક એવું નામ છે જેણે નાની ઉંમરમાં ઘણી પ્રતિષ્ઠા મેળવી હતી. પણ ૨૦૨૨માં તેની ક્રૂરતાપૂર્વક હત્યા કરવામાં આવી હતી. હવે સિંગરના ફેન્સ માટે સારા સમાચાર એ છે કે સિદ્ધુની માતા ફરીથી માતા બનવાની છે, તે આઇવીએફથી પ્રેગનન્ટ થઈ છે. 

સિદ્ધુ મૂસેવાલાની મા માર્ચમાં સંતાનને જન્મ આપશે. આ સમાચાર સાંભળી ઘણા લોકોને આશ્ચર્ય થયું છે તો તેના ફેન્સમાં આનંદની લહેર દોડી ગઈ છે. તેમનું માનવું છે કે સિદ્ધુ મૂસેવાલાનો ફરીથી જન્મ થવાનો છે. જો કે તેના માબાપે આ વાતને લઈને સમર્થન આપ્યું નથી.

સિદ્ધુ મુસેવાલા તેના માતાપિતાનું એકમાત્ર સંતાન હતા. તેના મૃત્યુથી તેમના પ્રશંસકોને ભારે આઘાત લાગ્યો હતો. તેનું કુટુંબ હજી સુધી આ દુ:ખમાંથી બહાર આવ્યું નથી. સિદ્ધુનું અસલી નામ શુભદીપસિંહ સિદ્ધુ હતું. પણ લોકો તેને સિદ્ધુ મૂસેવાલા તરીકે જ ઓળખતા હતા. 

તેનો જન્મ ૧૭ જુન ૧૯૯૩ના રોજ થયો હતો. તેણે હિટ ગીતોથી તેની ઓળખ બનાવી હતી. તે ગેંગસ્ટર રેપ સોન્ગ માટે જાણીતો હતો. જો કે પંજાબી મ્યુઝિક ઇન્ડસ્ટ્રીમાં તે વિવાદાસ્પદ સિંગર તરીકે પણ જાણીતો હતો. તેના પર ગન કલ્ચરને પ્રોત્સાહન આપવાનો આરોપ પણ હતો. આમ છતાં તેના ફેન્સ તેના પર ફિદા હતા. 

Tags :
Sidhu-Moosewala-motherPregnant

Google News
Google News