સિદ્ધુ મુસેવાલાની માતા ચરણ કૌર પર IVFના નિયમોનું ઉલ્લંઘન કરવાનો આરોપ, શું છે તેના નિયમો અને શરતો?
સિદ્ધુ મુસેવાલાની માતા ચરણ કૌરની ઉંમર 50 વર્ષથી વધુ છે
તેથી કેન્દ્રએ પંજાબ સરકાર પાસેથી ચરણ કૌરની ઉંમર અને અન્ય બાબતો અંગે વિગતવાર રિપોર્ટ માંગ્યો છે
IVF Treatment And ART Act: પંજાબના દિવંગત ગાયક સિદ્ધુ મુસેવાલાની માતા ચરણ કૌરે 58 વર્ષની ઉંમરે IVF ટેકનીક દ્વારા પુત્રને જન્મ આપ્યો, જેના કારણે ખળભળાટ મચી ગયો. તેના પર કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પંજાબ સરકારને પત્ર મોકલીને આ અંગે જવાબ માંગ્યો છે. કેન્દ્ર દ્વારા લખવામાં આવેલા પત્રમાં કહેવામાં આવ્યું છે કે ઈન વિટ્રો ફર્ટિલાઇઝેશન (IVF)ના નિયમો અનુસાર આ ટેકનિક દ્વારા માત્ર 21 થી 50 વર્ષની મહિલાઓ જ માતા બની શકે છે, પરંતુ સિદ્ધુ મુસેવાલાની માતા ચરણ કૌર તેનાથી મોટી છે. આથી કેન્દ્રએ પંજાબ સરકાર પાસેથી ચરણ કૌરની ઉંમર અને અન્ય બાબતો અંગે વિગતવાર રિપોર્ટ માંગ્યો છે. આ મામલે મુસેવાલાના પિતા બલકૌર સિંહે કહ્યું કે, તેણે કોઈપણ રીતે કાયદાનું ઉલ્લંઘન કર્યું નથી. તો ચાલો જાણીએ તેના નિયમો અને શરતો શું છે
IVF સંબંધિત કાયદાકીય જોગવાઈઓ
દરેક દેશમાં IVF સંબંધિત કાયદાનો અલગ અલગ હોય છે. IVF બાબતે ભારતમાં પણ કાયદાઓ બનાવવામાં આવ્યા છે. આના સંદર્ભમાં, આસિસ્ટેડ રિપ્રોડક્ટિવ ટેક્નોલોજી રેગ્યુલેશન એક્ટ, 2021 બનાવવામાં આવ્યો હતો. જે અનુસાર ભારતમાં મહિલાઓ 50 વર્ષની ઉંમર સુધી જ IVF દ્વારા માતા બની શકે છે. જયારે પુરુષો માટે ઉંમર 55 વર્ષ નક્કી કરવામાં આવી છે. દરેક IVF સેન્ટરે વંધ્યત્વ ધરાવતી મહિલાની સંપૂર્ણ વિગતો ભરવાની હોય છે. આમાં, યોગ્ય વયની માહિતી સાથે ડિસ્ચાર્જ પેપર આપવા સુધીની તમામ કામગીરી કાયદેસર હોવી જોઈએ. નિયમ એ પણ જણાવે છે કે મહિલા તેના જીવનમાં કેટલી વખત IVFનો આશરો લઈ શકે છે તેની માહિતી આપવી જોઈએ. વર્ષ 2023માં IVF અંગેના નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે.
નિયમોમાં શું ફેરફાર થયો છે?
આસિસ્ટેડ રિપ્રોડક્ટિવ ટેક્નોલોજી રેગ્યુલેશન, 2023 હેઠળ, હવે માત્ર એક કે બે સ્વસ્થ ભ્રૂણ જ મહિલાના ગર્ભાશયમાં ટ્રાન્સફર થઈ શકે છે. ત્રણ ભ્રૂણ માત્ર ગંભીર કિસ્સાઓમાં જ ટ્રાન્સફર કરી શકાય છે. જયારે અગાઉ ચાર કે તેથી વધુ ભ્રૂણ પણ રાખવામાં આવતા હતા.
50 પછી શા માટે ન કરાવી શકે IVF?
એવા નિયમો છે જે 50 વર્ષથી વધુ ઉંમરની મહિલાઓને IVF ન કરાવવાનો નિયમ છે. આ નિયમ બનાવવાનું એક મોટું કારણ એ છે કે મોટાભાગની સ્ત્રીઓમાં 50 વર્ષની ઉંમર પછી મેનોપોઝ આવે છે. બાળકને જન્મ આપવા માટે એગ્સ લગભગ ખતમ થઈ ગયા છે. આવી સ્થિતિમાં બીજી મહિલાનું એગ લેવામાં આવે છે. ઘણા કિસ્સાઓમાં, સંતાન બીજી સ્ત્રીના એગથી થાય છે. તે જ સમયે, 50 વર્ષની ઉંમર પછી, મહિલાઓને ઘણા પ્રકારના રોગોનું જોખમ પણ રહે છે. આ સમયગાળા દરમિયાન, ડાયાબિટીસ અને બીપીની સમસ્યા પણ સ્ત્રીઓમાં જોવા મળે છે. આવી સ્થિતિમાં, IVF કરાવવાની ઘણી આડઅસર થઈ શકે છે, જે મહિલાના જીવનને જોખમમાં મૂકી શકે છે.
IVF અંગે ભારતમાં કાયદો?
- 21 થી 50 વર્ષની વયની મહિલાઓ IVF સારવાર લઈ શકે છે
- પુરુષો માટે તેની ઉંમર 21 થી 55 વર્ષ સુધીની છે
- મહિલા એગ્સ ડોનર માટે લઘુત્તમ વય 35 વર્ષ છે
- કોઈપણ સ્ત્રી તેના જીવનમાં માત્ર એક જ વાર એગ ડોનેટ કરી શકે છે
- એક મહિલાના માત્ર 7 એગ્સ જ કાઢી શકાય છે
- એગ ડોનરે પણ લગ્ન કરવા જરૂરી છે
- એક દંપતીના એગ્સનો ઉપયોગ બીજા દંપતી દ્વારા કરી શકાતો નથી
- એગ્સ ડોનેટ કરવાના બદલામાં મહિલા કોઈ ફી કે પૈસા લઈ શકતી નથી
IVF કેવી રીતે કરવામાં આવે છે?
IVF માટે પુરુષો અને સ્ત્રીઓ બંનેના ઘણા ટેસ્ટ કરાવવામાં આવે છે. ઈ ટેસ્ટ રિપોર્ટ બાદ જ આગળની ટ્રીટમેન્ટ કરવામાં આવે છે. જે માટે પુરુષના સીમનને લેબમાં ટેસ્ટ માટે લાવવામાં આવે છે જેમાંથી ખરાબ શુક્રાણુઓને અલગ કરવામાં આવે છે. ત્યારબાદ ઇન્જેક્શનથી મહિલાના શરીરમાંથી એગ બહાર કાઢીને તેને ફ્રીઝ કરવામાં આવે છે. ત્યારબાદ આ એગને લેબમાં ખાસ રીતે સીમનથી ફર્ટીલાઈઝ કરવામાં આવે છે. આ ફર્ટીલાઈઝેશનથી જે ભ્રૂણ તૈયાર થાય છે તેને કેથેટરની મદદથી મહિલાના ગર્ભાશયમાં ટ્રાન્સફર કરવામાં આવે છે. ત્યારબાદ ગર્ભ વિકાસ પામી રહ્યો છે કે કેમ તે ચેક કરવામાં માટે ટેસ્ટ માટે બોલાવવામાં આવે છે.
IVF કાયદાનું ઉલ્લંઘન કરવા બદલ સજા
IVF કાયદાનો ભંગ કરનારને 5 થી 20 લાખ રૂપિયાનો દંડ અને 3 થી 8 વર્ષની જેલ થઈ શકે છે.