સિદ્ધુ મૂસેવાલાના કિલર સચિન બિશ્નોઈને ભારત લવાયો, ગેંગસ્ટર લોરેન્સનો છે ભાણો
સચિન બિશ્નોઈના ભારત આવવાથી ઘણા મોટા ખુલાસા થવાની શક્યતા
સિદ્ધુ મુસેવાલાની જાહેરમાં હત્યા કરવામાં આવી હતી
તપાસ એજન્સી સિદ્ધુ મુસેવાલા હત્યા કેસના માસ્ટરમાઇન્ડ લૉરેન્સ બિશ્નોઈના ભત્રીજા ગેંગસ્ટર સચિન બિશ્નોઈને અઝરબૈજાનથી ભારત લાવી છે. સચિનને અઝરબૈજાનથી લાવવા માટે દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલની ટીમ અઝરબૈજાન પહોંચી હતી.
સચિન બિશ્નોઈ દિલ્હીથી ફરાર થયો હતો
આ પહેલા સચિન બિશ્નોઈ બનાવટી પાસપોર્ટ બનાવીને સિદ્ધુ મુસેવાલાની હત્યાના થોડા દિવસ પહેલા દિલ્હીથી ફરાર થઈ ગયો હતો. હવે જ્યારે સચિન ભારત આવવાથી ઘણા મોટા ખુલાસા થવાની શક્યતા છે. ગેંગસ્ટર સચિન બિશ્નોઈની તાજેતરમાં અઝરબૈજાનમાંથી ધરપકડ કરવામાં આવી હતી. સચિને ભારતમાં રહીને મુસેવાલા હત્યા કેસની યોજના ઘડી હતી અને પછી દિલ્હીથી બનાવટી પાસપોર્ટ મેળવીને અઝરબૈજાન ભાગી ગયો હતો. NIAએ લોરેન્સ બિશ્નોઈના મુખ્ય સહયોગી વિક્રમજીત સિંહ ઉર્ફે વિક્રમ બ્રારની સંયુક્ત આરબ અમીરાતથી ભારતમાં દેશનિકાલ થયા બાદ ધરપકડ કરી હતી. સિદ્ધુ મુસેવાલાની હત્યા ઉપરાંત, બ્રાર નિર્દોષ લોકો અને ઉદ્યોગપતિઓની ટાર્ગેટ કિલિંગમાં સામેલ હતો. સ્પેશિયલ સેલના કાઉન્ટર ઈન્ટેલિજન્સ યુનિટમાં એક ACP, 2 ઈન્સ્પેક્ટર સહિત લગભગ 4 અધિકારીઓની ટીમ અઝરબૈજાન ગઈ હતી.
મુસેવાલાની જાહેરમાં હત્યા કરવામાં આવી હતી
ઉલ્લેખનીય છે કે 29 મે 2022ના રોજ પ્રખ્યાત પંજાબી ગાયક સિદ્ધુ મુસેવાલાની જાહેરમાં હત્યા કરવામાં આવી હતી. શૂટરોએ તેની કારને ઘેરીને અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. આ શૂટર્સ લોરેન્સ બિશ્નોઈ અને ગોલ્ડી બ્રાર ગેંગના હતા. આ હત્યાકાંડ કેટલો ભયાનક હતો, તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે પોસ્ટમોર્ટમમાં સિદ્ધુના શરીર પર 24 ગોળીઓના નિશાન મળી આવ્યા હતા. હત્યારાઓ કોઈ પણ ભોગે મુસેવાલાને જીવતો છોડવા માંગતા ન હતા.
સચિન બનાવટી પાસપોર્ટથી અઝરબૈજાન પહોંચ્યો હતો
સચિનની જ્યારે અઝરબૈજાનમાંથી ધરપકડ કરવામાં આવી ત્યારે તેની પાસેથી બનાવટી પાસપોર્ટ પણ મળી આવ્યો હતો. સચિન પોતાનું પૂરું નામ સચિન થાપન લખે છે, જ્યારે તેની પાસેથી તિલક રાજ તુટેજાના નામનો પાસપોર્ટ મળી આવ્યો હતો. સચિનના પિતાનું સાચું નામ શિવ દત્ત છે, જ્યારે નકલી પાસપોર્ટમાં તેના પિતાનું નામ ભીમ સેન લખવામાં આવ્યું હતું. આ સિવાય તેણે પાસપોર્ટમાં સરનામું પણ બનાવટી બનાવ્યું હતું.