Get The App

‘હજુ મોડું થયુ નથી, કેન્દ્ર સરકાર પોતાની ભુલ સુધારે’ ટેબ્લો નામંજૂર થતા સિદ્ધારમૈયાના મોદી સરકાર પર પ્રહાર

ગણતંત્ર દિવસની પરેડમાં કર્ણાટકનો ટેબ્લો નામંજૂર થતા સિદ્ધારમૈયાનો રોષ

કેન્દ્ર સરકાર કર્ણાટકના 7 કરોડ લોકોનું અપમાન કરી રહી હોવાનો સીએમનો આક્ષેપ

Updated: Jan 9th, 2024


Google NewsGoogle News
‘હજુ મોડું થયુ નથી, કેન્દ્ર સરકાર પોતાની ભુલ સુધારે’ ટેબ્લો નામંજૂર થતા સિદ્ધારમૈયાના મોદી સરકાર પર પ્રહાર 1 - image


Republic Day Parade : કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા (Karnataka CM Siddaramaiah)એ આજે કેન્દ્ર સરકાર પર નિશાન સાધતા કહ્યું કે, ગણતંત્ર દિવસની પરેડમાં રાજ્યની ટેબ્લો (Karnataka Tableau) સામેલ કરાયો નથી. અમે આ મામલે પ્રસ્તાવ મોકલ્યો હતો, જોકે સરકારે તમામ પ્રસ્તાવ નામંજૂર કર્યા છે.

કેન્દ્ર સરકારે રાજ્યના 7 કરોડ લોકોનું અપમાન કર્યું : સિદ્ધારમૈયા

સિદ્ધારમૈયાએ કહ્યું કે, ‘કેન્દ્ર સરકારે કર્ણાટકની ઝાંખી નામંજૂર કરી રાજ્યના 7 કરોડ લોકોનું અપમાન કર્યું છે. ગત વર્ષે પણ કર્ણાટકની ઝાંખીનો શરૂઆતમાં અસ્વિકાર કરાયો હતો, પરંતુ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીને ધ્યાને રાખી મંજૂરી આપી દીધી હતી. આ વખેત કેન્દ્ર સરકારે કર્ણાટકનું અપમાન કરવાની પોતાની પ્રવૃત્તિ ફરી ચાલુ રાખી છે.’

‘કર્ણાટક ભાજપ નેતાઓ PM મોદીની કઠપૂતળી’

તેમણે કહ્યું કે, ઝાંખીના વિવિધ પ્રસ્તાવો મોકલાયા હતા, પરંતુ કેન્દ્ર સરકારે તમામ નામંજૂર કર્યા છે. તેમાં લોકશાહી અને રાજ્યના વિકાસમાં નલાવડી કૃષ્ણરાજા વાડિયારનું યોગદાન અને રાણી ચેન્નમ્માનું યોગદાન દર્શાવતું એક ટેબ્લો પણ સામેલ હતું. કર્ણાટકમાં કોંગ્રેસની સરકાર હોવાથી ભાજપના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકાર ચિંતાજનક બાબત અનુભવે છે. કેન્દ્ર સરકાર રાજકીય બદલાની ભાવનાથી કર્ણાટકના લોકો પર હુમલા કરી રહી છે. ભાજપના સાંસદ આ અન્યાય વિરુદ્ધ અવાજ ઉઠાવી રહી નથી, તે દુર્ભાગ્યપૂર્ણ વાત છે. આ લોકો વડાપ્રધાન મોદીના કઠપૂતળી બની ગયા છે. હજું પણ મોડું થયું નથી, કેન્દ્ર સરકાર પોતાની ભુલ સુધારી શકે છે.


Google NewsGoogle News