'શેરધારક તો માલિક ન બની શકે', EDની ગાંધી પરિવાર સાથે જોડાયેલી સંપત્તિઓ ટાંચમાં લેવા પર કોંગ્રેસ નેતા ભડક્યા

Updated: Nov 22nd, 2023


Google NewsGoogle News
'શેરધારક તો માલિક ન બની શકે', EDની ગાંધી પરિવાર સાથે જોડાયેલી સંપત્તિઓ ટાંચમાં લેવા પર કોંગ્રેસ નેતા ભડક્યા 1 - image


Image Source: Twitter

- નેશનલ હેરાલ્ડ મામલો રાજકીય મામલો છે: સંજય રાઉત

નવી દિલ્હી, તા. 22 નવેમ્બર 2023, બુધવાર

ED દ્વારા મની લોન્ડરિંગ મામલે એસોસિએટેડ જર્નલ્સ લિમિટેડ (એજેએલ) અને યંગ ઈન્ડિયાની 752 કરોડની સંપત્તિ ટાંચમાં લીધા બાદ સતત વિવાદ વધી રહ્યો છે. વિપક્ષી નેતાઓ સતત ભાજપ સરકાર અને તપાસ એજન્સીઓ પર પ્રહાર કરી રહ્યા છે. રાજ્યસભા સાંસદ કપિલ સિબ્બલે કહ્યું કે, EDને એ ખબર હોવી જોઈએ કે, કાયદો શું કહે છે. શેરધારક ક્યારેય માલિક ન બની શકે. બીજી તરફ ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વવાળી શિવસેનાના સાંસદ સંજય રાઉતે ભાજપ પર નિશાન સાધતા કહ્યું કે, જે લોકો વોશિંગ મશીનમાં આવી જશે તેમની સંપત્તિ બચી જશે. 

પ્રોપર્ટી કંપનીની હોય છે

કપિલ સિબ્બલે કહ્યું કે, EDને ખબર હોવી જોઈએ કે, કાયદો શું કહે છે. ઈડી તો વકીલોના ઈશારા પર ચાલે છે. યંગ ઈન્ડિયાનું કહેવું છે કે, તેણે તમામ એજેએલના 99% શેર લઈ લીધા છે એટલા માટે તે એજેએલની 752 કરોડ રૂપિયાની સંપત્તિના માલિક બની ગયા છે. જ્યારે કાયદાના આધારે તે ખોટુ છે. જો હું કોઈ કંપનીના શેર લઈ લઉં છું તો શું હું તે કંપનીનો માલિક બની જઈશે. શેરધારક તો શેરધારક હોય છે. પ્રોપર્ટી કંપનીની હોય છે. શેરધારક માલિક ન બની શકે. 

તેમણે કહ્યું કે, એજેએલના યંગ ઈન્ડિયા માલિક બની ગયા તો કાયદાના આધારે ખોટું છે. બીજી વાત એ કે, ન તો યંગ ઈન્ડિયાએ કહ્યું કે, કૌભાંડ થયું એમ કે, ન તો એજેએલએ કહ્યું. તો પછી ધોકો કોની સાથે થયો? કોના પર વિશ્વાસનું ઉલ્લંઘન થયું. અમને જણાવો કે, કયો કાયદો કહે છે કે, શેરધાર સંપત્તિના માલિક બની જાય છે. 

બીજી તરફ શિવસેના (UBT) સાંસદ સંજય રાઉતે કહ્યું કે, ચૂંટણી ચાલી રહી છે. નેશનલ હેરાલ્ડે ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં યોગદાન આપ્યું હતું. ભાજપના નેતાઓ પર પણ ઘણા કેસો છે પરંતુ તેમની સંપત્તિ જપ્ત કરવામાં નહીં આવશે. જે લોકો ભાજપના વોશિંગ મશીનમાં આવશે તેમની સંપત્તિ બચી જશે. નેશનલ હેરાલ્ડ મામલો રાજકીય મામલો છે. ભાજપ અમારો અવાજ દબાવવા માંગે પરંતુ સરળ નથી. દેશની લોકશાહી માટે આ લડાઈ ચાલી રહી છે અને ચાલુ રહેશે. અંગ્રેજોના સમયમાં પણ આવું થતું હતું.


Google NewsGoogle News