Get The App

'કોઈને કાળો ઝંડો બતાવવો ગેરકાયદે કામ નથી', હાઈકોર્ટે મુખ્યમંત્રીથી જોડાયેલા કેસમાં આપ્યો ચુકાદો

Updated: Nov 21st, 2024


Google NewsGoogle News
'કોઈને કાળો ઝંડો બતાવવો ગેરકાયદે કામ નથી', હાઈકોર્ટે મુખ્યમંત્રીથી જોડાયેલા કેસમાં આપ્યો ચુકાદો 1 - image


Kerala High Court Decision : કેરળ હાઈકોર્ટે મુખ્યમંત્રી પિનારાઈ વિજયનના કાફલાની સામે કાળા ઝંડા લહેરાવવાના મામલે ચુકાદો સંભળાવ્યો છે. કોર્ટે કહ્યું છે કે, કોઈ વ્યક્તિને કાળો ઝંડો બતાવવો કોઈ ગેરકાયદે કામ નથી અને આ માનહાનિના દાયરામાં નથી આવતું. તેની સાથે કોર્ટે ત્રણ લોકોથી જોડાયેલા એક આવા જ કેસને ફગાવી દીધો છે. બુધવારે અપાયેલા ચુકાદામાં જસ્ટિન બેચૂ કુરિયન થોમસે એ પણ કહ્યું કે અસરકારક લોકશાહી માટે વિરોધ પ્રદર્શન જરૂરી છે.

વર્ષ 2017માં બનેલી આ ઘટનામાં એર્નાકુલમ જિલ્લાના પારાવુરના ત્રણ યુવકો પર મુખ્યમંત્રી વિજયનને બદનામ કરવાના ઈરાદે તેના કાફલા પર કાળા ઝંડા લહેરાવવાનો આરોપ લાગ્યો હતો. ફરિયાદ અનુસાર, જ્યારે પોલીસે તેને કાફલા તરફ જતા રોકવાના પ્રયાસ કર્યા તો તેમણે કથિત રીતે પોલીસ કર્મચારીઓને ધક્કો માર્યો હતો.

શા માટે અને કેવી રીતે દાખલ થયો હતો કેસ?

પોલીસે 2020માં પરવૂરની એક મેજિસ્ટ્રેટ કોર્ટમાં ત્રણ લોકો વિરૂદ્ધ ચાર્જશીટ દાખલ કરી હતી. તેના પર આઈપીસીની કલમો હેઠળ કેસ દાખલ કરાયો હતો, જે માનહાનિ, લોક સેવકને કામગીરી કરતા રોકવા અને અન્યથી સંબંધિત છે. ત્યારબાદ આરોપીઓએ કેસને પડકારતા હાઈકોર્ટના દરવાજા ખટખટાવ્યા હતા.

આ પણ વાંચો : માત્ર બ્રેકઅપના કારણે પુરુષ સામે રેપ કેસ ન થઈ શકે, સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય

કોર્ટે કહ્યું કે, 'જો કોઈ વ્યક્તિ કાળો ઝંડો બતાવે કે લહેરાવે છે તો તેને માનહાનિ ન માની શકાય, તે કોઈ ગેરકાયદે કામ પણ નથી. ત્યાં સુધી કે જો કોઈ મુખ્યમંત્રીના કાફલાને પણ કાળો ઝંડો બતાવી દે તો પણ આ પ્રકારના વ્યવહારને આઈપીસીની કલમ 499ની ભાષાના હિસાબથી કોઈપણ રીતે માનહાનિ ન માની શકાય.'

કોર્ટે વધુમાં કહ્યું કે, 'જો કોઈ ખાસ રંગનો ઝંડો બતાવે છે, ભલે તેનું કારણ કંઈ પણ હોય, ભલે તે વિરોધનું પ્રતિક કેમ ન હોય, જ્યાં સુધી કે એવો કોઈ કાયદો ન હોય જે ઝંડો લહેરાવવા પર રોક લગાવે, તો આવા વ્યવહાર પર માનહાનિનો આરોપ ન લગાવી શકાય.'

આ પણ વાંચો : કેન્દ્ર સરકારે 5.8 કરોડ રેશન કાર્ડ કર્યા રદ, જો..જો.. ક્યાંક તમારું નામ તો નથી ને?

આ સિવાય કોર્ટે કહ્યું કે, 'માનહાનિના ગુનાનું સંજ્ઞાન લેવા માટે પોલીસ રિપોર્ટ આધાર ન હોઈ શકે કારણ કે આ માત્ર પીડિત વ્યક્તિ દ્વારા કરવામાં આવેલી ફરિયાદ પર જ લઈ શકાય છે. પોલીસ કર્મચારીઓ સાથે ધક્કા-મુક્કી માટે આરોપી વિરૂદ્ધ કેસ ન ચલાવી શકાય. અંતિમ રિપોર્ટમાં આ સંકેત નથી અપાયા કે મુખ્યમંત્રીના કાફલામાં બાધા ઉત્પન્ન કરાઈ હતી કારણ કે પોલીસ દળે પ્રદર્શનકારીઓને તાત્કાલિક રોકી દીધા હતા અને તેને હટાવી દીધા હતા.'


Google NewsGoogle News