સરકારે ત્રણેય કૃષિ કાયદા પાછા લાગુ કરવા જોઈએ: કંગના રણૌતનું નિવેદન

Updated: Sep 24th, 2024


Google NewsGoogle News
સરકારે ત્રણેય કૃષિ કાયદા પાછા લાગુ કરવા જોઈએ: કંગના રણૌતનું નિવેદન 1 - image


Image: Facebook

Kangana Ranauts Statement on Agriculture Laws: હિમાચલ પ્રદેશના મંડીથી ભાજપ સાંસદ કંગના રણૌતે માગ કરી છે કે તે 3 કૃષિ કાયદાને બીજી વખત લાવવા જોઈએ જેને કેન્દ્ર સરકારે ભારે વિરોધ બાદ પરત ખેંચ્યા હતાં. ત્રણેય કાયદા ખેડૂતોના હિતમાં હતાં અને તેમણે જાતે જ તેને પાછા લાવવાની માગ કરવી જોઈએ. પોતાના નિવેદનોને લઈને ઘણી વખત ચર્ચામાં રહેનારી કંગનાએ કહ્યું કે શક્ય છે કે તેમની આ વાત પર વિવાદ થાય પરંતુ આને લાગુ કરવા જોઈએ. 

કંગનાએ સોમવારે મંડીના નાચન વિધાનસભામાં કાર્યકર્તાઓની સાથે બેઠક કરી અને સદસ્યતા અભિયાનમાં ભાગ લીધો. આ દરમિયાન મીડિયા સાથેની વાતચીતમાં કંગનાએ જે કંઈ કહ્યું તેની પર એક વખત ફરી વિવાદ થઈ શકે છે. જેની શરૂઆત કોંગ્રેસના વિરોધની સાથે થઈ ચૂકી છે. દેશની મુખ્ય વિપક્ષી પાર્ટીએ કંગના રણૌતના નિવેદન પર વાંધો વ્યક્ત કર્યો છે.

કોંગ્રેસે ટ્વીટર પર કહ્યું, 'ખેડૂતો પર લાગુ કરવામાં આવેલા 3 કાળા કાયદા પાછા લાવવા જોઈએ. BJP ના સાંસદ કંગના રણૌતે આ વાત કહી. દેશના 750થી વધુ ખેડૂત શહીદ થયા. ત્યારે મોદી સરકારની ઊંઘ ઉડી અને આ કાળા કાયદા પાછા લીધા. હવે ભાજપના સાંસદ ફરીથી આ કાયદાની વાપસીનો પ્લાન બનાવી રહ્યાં છે. કોંગ્રેસ ખેડૂતોની સાથે છે. આ કાળા કાયદાની વાપસી હવે ક્યારેય થશે નહીં. નરેન્દ્ર મોદી અને તેમના સાંસદ ભલે ગમે તેટલો પ્રયત્ન કરી લે. 

કંગના રણૌતે શું કહ્યું?

કંગના રણૌતે મીડિયા સાથેની વાતચીત દરમિયાન પોતાનું જોડાણ ખેડૂત પરિવાર સાથે ગણાવ્યું. તેમણે કહ્યું, 'ખેડૂતોના જે કાયદા છે, જે પાછા લેવાયા છે, મને લાગે છે કે તે ફરીથી લાગુ કરવા જોઈએ. શક્ય છે કે આ વિવાદિત થઈ જાય પરંતુ મને લાગે છે કે ખેડૂતોના હિતકારી કાયદા પાછા આવવા જોઈએ અને ખેડૂતોએ પોતે તેની માગ કરવી જોઈએ. જેથી આપણા ખેડૂત, જેમ કે બાકી સ્થળે સમૃદ્ધિ થઈ રહી છે, ખેડૂતોની સમૃદ્ધિમાં બ્રેક લાગવી જોઈએ નહીં. દેશના વિકાસમાં ખેડૂત મજબૂતીના મુખ્ય સ્તંભ છે. હું ઈચ્છું છું કે તે પોતે અપીલ કરે કે અમારા જે ત્રણ કાયદા, જે અમુક રાજ્યોમાં વાંધો વ્યક્ત કરવામાં આવ્યો હતો, હું હાથ જોડીને તેમને વિનંતી કરું છું કે તમામ ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખીને તે કાયદા પાછા માગે.'

ભારે વિરોધ બાદ સરકારે કાયદા પાછા લીધા હતાં

મોદી સરકારે પોતાના બીજા કાર્યકાળ દરમિયાન ત્રણ કૃષિ કાયદાને સંસદમાં પાસ કરાવ્યા હતા. ખેડૂત ઉત્પાદન વેપાર અને વાણિજ્ય (પ્રમોશન એન્ડ ફેસિલિટેશન) અધિનિયમ 2020, ખેડૂત (સશક્તિકરણ અને સંરક્ષણ) એગ્રીમેન્ટ ઓન પ્રાઇસ એશ્યોરન્સ એન્ડ ફાર્મ સર્વિસ એક્ટ 2020 અને આવશ્યક ચીજવસ્તુઓ (સુધારો) અધિનિયમ 2020 નામના આ કાયદાઓનો ખૂબ વિરોધ થયો. દિલ્હીના રસ્તા પર ખેડૂત એક વર્ષથી વધુ સમય સુધી ધરણા પર બેસેલા રહ્યાં. અંતમાં નવેમ્બર 2021માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રણેય કાયદાને એ કહેતાં રદ કરવાની જાહેરાત કરી કે તેઓ ખેડૂતોને સમજાવી શક્યા નહીં.'


Google NewsGoogle News