800 રૂપિયા માટે ગોળી મારી હત્યા કરી નાખી, ગાઝિયાબાદમાં મિત્રો ઘટનાને અંજામ આપી ફરાર
Image: Facebook
Murder Case in Ghaziabad: ગાઝિયાબાદના નંદગ્રામ વિસ્તારની નવી વસતીમાં 800 રૂપિયાના વિવાદમાં લેબર સપ્લાયરની ગોળી મારીને હત્યા કરી દેવાઈ. પોલીસના જણાવ્યા અનુસાર શરૂઆતની તપાસમાં સામે આવ્યું છે કે મિત્રોએ જ ઘટનાને અંજામ આપ્યો. હત્યાના આરોપીઓની ધરપકડ માટે ટીમોની રચના કરી દેવાઈ છે.
જાણકારી અનુસાર નંદગ્રામની નવી વસતીનો રહેવાસી 34 વર્ષીય ચંચલ પહેલા મજૂરી કરતો હતો અને થોડા સમયથી તે લેબર સપ્લાયની ઠેકેદારી કરવા લાગ્યો. બુધવારે રાત્રે લગભગ પોણા દસ વાગે તે ઘરની નજીક ટેમ્પો સ્ટેન્ડથી નજીક પાર્કમાં હતો. તેની સાથે લગભગ છ લોકો પણ ત્યાં હતાં. જણાવાઈ રહ્યું છે કે ચંચલનો અન્ય લોકો સાથે વિવાદ શરૂ થઈ ગયો અને જોત જોતામાં અન્ય લોકોએ તેની સાથે મારામારી શરૂ કરી દીધી. આ દરમિયાન ગોળીઓ વરસાવીને તેને મોતને ઘાટ ઉતારી દેવાયો.
ઘટનાને અંજામ આપીને આરોપી ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો. ગોળીઓનો અવાજ સાંભળીને લોકો ઘટના સ્થળે પહોંચ્યા તો ચંચલ લોહીલુહાણ હાલતમાં પડેલો હતો. ચંચલને હોસ્પિટલ લઈ જવાયો જ્યાં તેને મૃત જાહેર કરી દેવાયો. માહિતી મળતાં પહોંચેલી પોલીસ કેસની તપાસમાં લાગી ગઈ છે.
એક ગોળી છાતીમાં અને બીજી પીઠમાં વાગી
ડીસીપીના જણાવ્યા અનુસાર એક ગોળી ચંચલની છાતીમાં અને બીજી પીઠમાં વાગી છે. શરૂઆતની તપાસમાં સામે આવ્યું છે કે 800 રૂપિયાને લઈને ઝઘડો શરૂ થયો હતો. આ દરમિયાન ગોળીઓ મારીને ચંચલની હત્યા કરી દેવાઈ. ઘટનાને અંજામ આપનાર આરોપી મૃતકના મિત્ર અને જાણકાર જણાવવામાં આવ્યા છે. અત્યાર સુધી બાબુ, ગૌરવ અને અજયના નામ સામે આવ્યા છે. પરિવારજનોથી ફરિયાદ લેવામાં આવી રહી છે. ફરિયાદના આધારે કેસ નોંધીને આગામી કાર્યવાહી કરવામાં આવશે. હત્યાના આરોપીઓની ધરપકડ માટે ટીમની રચના કરી દેવાઈ છે.
આ પણ વાંચો: દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં બે અબજપતિ મેદાને ઉતર્યા, એકની પાસે તો 227 કરોડની સંપત્તિ
દહેરાદૂનથી ઘરે આવ્યો હતો ચંચલ
પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર ચંચલ દહેરાદૂનમાં રસ્તા પર કાળા ડામર નાખનાર મજૂરોના સપ્લાયનું કામ કરે છે. તાજેતરમાં જ તે ગાઝિયાબાદ આવ્યો હતો. તેની કોઈ સાથે અદાવત સામે આવી નથી. હત્યામાં હજુ કોણ-કોણ સામેલ હતાં. તેમને ટ્રેસ કરવા માટે ઘટના સ્થળ અને તેની આસપાસ લાગેલા સીસીટીવી કેમેરાને ખંગાળવામાં આવી રહ્યાં છે.
નંદગ્રામ સ્ટેશનનો હિસ્ટ્રીશીટર છે મૃતકનો ભાઈ
ડીસીપીએ જણાવ્યું કે મૃતક ચંચલના ત્રણ ભાઈ છે. ચંચલના સૌથી નાના ભાઈ કુલદીપ પર અલગ-અલગ કલમો હેઠળ 17 કેસ નોંધાયેલા છે. તે નંદગ્રામ સ્ટેશનનો હિસ્ટ્રીશીટર છે. કુલદીપ નવેમ્બર 2023થી હત્યાના પ્રયત્નના મામલે જેલમાં કેદ છે. અત્યાર સુધી મૃતક ચંચલનો કોઈ ગુનાકીય ઈતિહાસ સામે આવ્યો નથી. પોલીસની ટીમ તપાસ કરી રહી છે.