Get The App

હચમચાવી દેનારા દ્રશ્યો: રેસ્ટોરન્ટમાં લાગી વિકરાળ આગ, છત પરથી કૂદીને લોકોએ બચાવ્યો જીવ, જુઓ VIDEO

Updated: Dec 9th, 2024


Google NewsGoogle News
હચમચાવી દેનારા દ્રશ્યો: રેસ્ટોરન્ટમાં લાગી વિકરાળ આગ, છત પરથી કૂદીને લોકોએ બચાવ્યો જીવ, જુઓ VIDEO 1 - image


Image: X

Fire in Restaurant: પશ્ચિમ દિલ્હીના રાજોરી ગાર્ડન વિસ્તારમાં એક રેસ્ટોરન્ટમાં આજે બપોરે ભીષણ આગ લાગી ગઈ. રેસ્ટોરન્ટમાં હાજર લોકોએ છતથી કૂદીને પોતાનો જીવ બચાવ્યો. આગ લાગવાની માહિતી મળવા પર ઘટના સ્થળે પર ફાયર બ્રિગેડની 10 ગાડીઓ તહેનાત કરવામાં આવી. ફાયર ડાયરેક્ટર અતુલ ગર્ગે જણાવ્યું કે બપોરે 2.00 વાગે કંટ્રોલ રૂમને આ દુર્ઘટનાની માહિતી મળી હતી, ત્યારથી આગ પર કાબૂ મેળવવાનો પ્રયત્ન ચાલુ છે. 

આગ રાજોરી ગાર્ડન મેટ્રો સ્ટેશનની સામે જંગલ જંબૂરી રેસ્ટોરન્ટમાં લાગી છે. હજુ આગ પર કાબૂ મેળવી શકાયો નથી. આગ પર કાબૂ મેળવવાનું કામ હજુ ઝડપથી ચાલી રહ્યું છે. હાલ કોઈ જાનહાનિ થવા કે ઈજાગ્રસ્ત થવાની માહિતી નથી. આસિસ્ટન્ટ ડિવિઝનલ અધિકારી સરબજીત સહિત ઘટના સ્થળે 60 ફાયર કર્મચારી કાર્યરત છે. શેર કરવામાં આવેલા વીડિયો અનુસાર જંગલ જંબૂરી રેસ્ટોરન્ટની છતથી લોકોએ કૂદી-કૂદીને પોતાનો જીવ બચાવ્યો. 

આ પણ વાંચો: આ દેશમાં બહુમતી કહેશે એમ થશે... VHPના કાર્યક્રમમાં હાઈકોર્ટના જજના નિવેદનથી હોબાળો

વીડિયોમાં રેસ્ટોરન્ટની છત પર વીસથી ત્રીસ લોકો નજર આવી રહ્યાં છે. તેની પાછળ ધૂમાડાના ગોટેગોટા નજર આવી રહ્યાં છે, જેનાથી બચતાં લોકો છતથી એક-એક કરીને કૂદતાં નજર આવી રહ્યાં છે. તમામ લોકો એક-એક કરીને કેફેના નજીકની બિલ્ડિંગ પર એકબીજાની મદદથી કૂદતાં નજર આવે છે. હાલ આ દુર્ઘટનામાં કોઈની જાનહાનિની માહિતી નથી. અન્ય આગ ઓલવવાનું કામ ફાયર બ્રિગેડના કર્મચારી કરી રહ્યાં છે.


Google NewsGoogle News