PHOTOS: આ છે સમુદ્રના તળિયે આવેલું સૌથી મોટું કબ્રસ્તાન, જુઓ હચમચાવી દે તેવી તસવીરો
17 અને 18 ફેબ્રુઆરી 1944 એમ બે દિવસ અમેરિકા- જાપાન વચ્ચે યુદ્ધમાં 250 જાપાની વિમાનો નાશ પામ્યા હતા
આજે પણ અહીં સદીઓ જૂના માનવ હાડપિંજર, જહાજો પર લાદવામાં આવેલો સામાન અને અન્ય મિલિટરી વાહનો પડ્યા છે
Image Social Media |
ફેડરેટેડ સ્ટેટ્સ ઓફ માઈક્રોનેશિયા નામના દેશના ચૂક ટાપુઓ (Chuuk Islands)ની આસપાસના દરિયાના પેટાળમાંથી ચોકાવનારી તસવીરો સામે આવી છે. જે દુનિયામાં પાણીની નીચે આવેલા વિશ્વના સૌથી મોટા કબ્રસ્તાન તરીકે જાણીતું છે. જુઓ આ તસવીરોમાં આ સ્થળે કેવો ઈતિહાસ ધરબાઈને પડ્યો છે. આજે પણ અહીં સદીઓ જૂના માનવ હાડપિંજર, જહાજો પર લાદવામાં આવેલો સામાન અને અન્ય મિલિટરી વાહનો પડ્યા છે.
અહીં મોટી સંખ્યામાં જહાજો અને અને વિમાનોનો કાટમાળ પડ્યો છે
ચૂક ટાપુઓની આસપાસના દરિયામાં આ અંગે અનેક સંશોધન થઈ ચૂક્યા છે. અહીં મોટી સંખ્યામાં જહાજો અને અને વિમાનોનો કાટમાળ પડ્યો છે. હાલમાં તેને એક જગ્યાએ ભેગો કરવામાં આવી રહ્યો છે. અહીં દરિયાની સપાટી નીચે નૌસેનાના જહાજો, જાપાની ટ્રકોનો કાટમાળ અને જૂના ડ્રાઈવિંગ સૂટ પડેલા છે.
Image Social Media |
આ ઓપરેશન દરમિયાન 4500 જાપાની સૈનિકોના મોત થયા હતા
આ દરેક વસ્તુઓ ભૂતકાળમાં થયેલી તબાહીનો પુરાવો આપે છે, જેમાં બીજા વિશ્વ યુદ્ધ વખતે બનેલી ઘટનાઓનો પણ સમાવેશ થાય છે. આ પૈકી કેટલોક કાળમાળ ઓપરેશન હિલસ્ટોન દરમિયાન ડૂબેલા જહાજો અને વિમાનોનો પણ છે. આ ઓપરેશન દરમિયાન 4500 જાપાની સૈનિકોના મોત થયા હતા. એટલું જ નહીં, તેમાં અનેક વિમાનો અને જહાજ ડૂબી ગયા હતા. આ ઓપરેશનમાં 40 અમેરિકન સૈનિકોના પણ મોત થયા હતા.
તસવીરો કે જેમાં માનવ હાડપિંજર જોવા મળી રહ્યા છે
આવો જ કાટમાળ ન્યુ ગિની, ફિલિપાઈન્સ દરિયાની સપાટી અને ઈન્ડોનેશિયા તરફ જતા પાણીમાં જોવા મળ્યો છે. જુઓ આ તસવીરો કે જેમાં માનવ હાડપિંજર જોવા મળી રહ્યા છે. આ સ્થળ સંશોધકો માટે ખૂબ પ્રખ્યાત છે.
કેટલાકનું માનવું છે કે, યુદ્ધમાં મરી ગયેલા સૈનિકોના આત્મા પાણીની નીચે રહે છે
આ સ્થળે કેટલીક અંધશ્રદ્ધા પણ જોડાયેલી છે. કેટલાકનું માનવું છે કે, યુદ્ધમાં મરી ગયેલા સૈનિકોના આત્મા પાણીની નીચે રહે છે. જો કે, સંશોધકો સમુદ્રના ઊંડાણમાં જઈને સાવધાનીપૂર્વક તેમનું સંશોધન કરતા રહે છે.
ઓપરેશન હિલસ્ટોન યુદ્ધમાં 250 જાપાની વિમાનો નાશ પામ્યા હતા
17 અને 18 ફેબ્રુઆરી 1944 એમ બે દિવસ અમેરિકા- જાપાન વચ્ચે ચાલેલા ઓપરેશન હિલસ્ટોન યુદ્ધમાં 250 જાપાની વિમાનો નાશ પામ્યા હતા તેમજ મોટી સંખ્યામાં જાપાની સૈનિકોના પણ મોત થયા હતા.