Get The App

મહારાષ્ટ્રમાં NDAનું ટેન્શન વધ્યું: ચૂંટણી લડવા ખૂબ રડ્યા આ નેતા, પછી અચાનક થઈ ગયા ગાયબ

Updated: Oct 29th, 2024


Google NewsGoogle News
મહારાષ્ટ્રમાં NDAનું ટેન્શન વધ્યું: ચૂંટણી લડવા ખૂબ રડ્યા આ નેતા, પછી અચાનક થઈ ગયા ગાયબ 1 - image


Maharashtra Assembly Election 2024: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય ચહલ-પહલ વધી ગઈ છે. ત્યારે ટિકિટ ન મળવાથી નારાજ શિવસેના (શિંદે જૂથ)ના નેતા શ્રીનિવાસ વનગા અચાનક ગાયબ થઈ ગયા છે. તેમનો ફોન છેલ્લા 13 કલાકથી બંધ છે. તે ટિકિટ ન મળવાને કારણે વનગા ખૂબ જ દુઃખી છે અને તે તેના વિશે ખૂબ રડ્યા હતા અને હવે તે ગાયબ છે. 

'પ્રેસ કોન્ફરન્સ બાદ તેમના બંને ફોન બંધ' 

શિવસેના (શિંદે જૂથ)ના નેતા શ્રીનિવાસ વનગાના પરિવારનું કહેવું છે કે, 'પ્રેસ કોન્ફરન્સ બાદ તે પોતાની કારમાં ક્યાંક નીકળી ગયો હતો, તેના બંને ફોન પણ બંધ છે. હવે પાલઘર પોલીસ વનગાને શોધી રહી છે.' મુખ્યમંત્રી એકનાથ શિંદેએ તેમની પત્ની સાથે વાત કરી અને પરિવારને ખાતરી આપી કે શ્રીનિવાસને યોગ્ય સન્માન આપવામાં આવશે.

આ પણ વાંચો: મંદિરમાં આતશબાજી માટે લવાયેલા ફટાકડામાં વિસ્ફોટ, 150થી વધુ ઈજાગ્રસ્ત: કેરળમાં મોટી દુર્ઘટના


શ્રીનિવાસે એકનાથ શિંદે પર આક્ષેપો કર્યા

શ્રીનિવાસ વનગાએ મુખ્યમંત્રી એકનાથ શિંદે આરોપ છે કે, 'શિંદેએ મારી સાથે છેતરપિંડી કરી છે. બળવા દરમિયાન સમર્થન આપનારા 40માંથી 39 ધારાસભ્યોને ફરીથી ટિકિટ આપવામાં આવી છે, પરંતુ મને ટિકિટ આપવામાં આવી નથી.' 

20મી નવેમ્બરે ચૂંટણી યોજાશે 

મહારાષ્ટ્રમાં 20મી નવેમ્બરે ચૂંટણી યોજાશે અને 23મી નવેમ્બરે મતગણતરી થશે, એક જ તબક્કામાં ચૂંટણી યોજાશે. મહારાષ્ટ્રમાં કુલ 288 વિધાનસભા બેઠકો છે, જેમાંથી બહુમત માટે 145 બેઠકો જરૂરી છે. 2019ની ચૂંટણીમાં ભાજપને 105, શિવસેનાને 56, NCPને 54, કોંગ્રેસને 44 અને અન્યને 29 બેઠકો મળી હતી.

મહારાષ્ટ્રમાં NDAનું ટેન્શન વધ્યું: ચૂંટણી લડવા ખૂબ રડ્યા આ નેતા, પછી અચાનક થઈ ગયા ગાયબ 2 - image


Google NewsGoogle News