'મુજે પૂર્વ મુખ્યમંત્રી કહીએ, અપન રિજેક્ટેડ નહીં હે...', જનતા વચ્ચે શિવરાજસિંહનું મોટું નિવેદન
Shivraj singh Chouhan Statement : મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ વિધાનસભા ચૂંટણી દરમિયાન અને ત્યારબાદ અનેક વખત ભાવુક થતા જોવા મળ્યા છે. ત્યારે ફરી એકવાર પૂર્વ મુખ્યમંત્રીએ પોતાના દિલની વાત જનતા વચ્ચે કહી દીધી છે. તેમણે કહ્યું કે, 'ભલે હવે હું મુખ્યમંત્રી નથી, પરંતુ આજે પણ મને સૌ કોઈ મામા કહીને બોલાવે છે અને એ જ સાચી સંપત્તિ છે.'
એક કાર્યક્રમ દરમિયાન શિવરાજસિંહ ચૌહાણે કહ્યું કે, 'મને પૂર્વ મુખ્યમંત્રી કહો... પરંતુ હું રિજેક્ટેડ નથી. અનેક વખત લોકો ત્યારે પદ છોડી દે છે જ્યારે જનતા નકારી દે છે અને લોકો ગાળો આપવા લાગે... હું છોડીને પણ આવ્યો પણ એવી રીતે આવ્યો કે સૌ મામા કહે છે અને એ જ અસલી સંપત્તિ છે. પરંતુ મુખ્યમંત્રી પદ છોડી દીધું છે તો એ નથી કે હું રાજનીતિ નહીં કરું, કોઈ પદ માટે નહીં. રાજનીતિ માત્ર પદ માટે નથી હોતી, રાજનીતિ મોટા લક્ષ્ય માટે હોય છે.'
આ પહેલા પણ પૂર્વ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે હાલમાં જ કહ્યું હતું કે, 'જ્યારે તમે મુખ્યમંત્રી હોવ ત્યારે તમારા પગ કમળની જેમ હોય છે, પરંતુ જ્યારે તમે મુખ્યમંત્રી નથી રહેતા તો તમારા ફોટો હોર્ડિંગ્સથી ગાયબ થઈ જાય છે, જેવી રીતે ગધેડાના માથા પરથી શિંગડા.'
મધ્યપ્રદેશમાં ભાજપની જીત બાદ શિવરાજસિંહની પસંદગી હજી થઈ ન હતી. આ દરમિયાન શિવરાજસિંહ ચૌહાણને મળવા મહિલાઓ આવતી હતી અને અને તેમને ગલે લગાડીને રડતી હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. જોકે હાઈકમાન્ડે શિવરાજને આ ડ્રામેબાજી બંધ કરવા સૂચના આપી હોવાનો પણ દાવો કરાયો હતો.