લાડલી બહેનોના મામાનું શું થશે ? હવે મધ્ય પ્રદેશમાં નહીં પણ કેન્દ્રમાં આ હોદ્દો મળવાની શક્યતા

શિવરાજ સિંહ ચૌહાણ રાજ્યના રાજકારણમાં સક્રિય રહેશે કે પછી હાઈકમાન્ડ તેમને દિલ્હી બોલાવશે, રાજકારણમાં નવી અટકળો

નરેન્દ્ર સિંહ તોમર, પ્રહલાદ સિંહ પટેલે કેન્દ્રીય મંત્રીમંડળમાંથી રાજીનામું આપતા જગ્યા ખાલી પડી, જ્યાં શિવરાજને તક મળે તેવી શક્યતા

Updated: Dec 11th, 2023


Google NewsGoogle News
લાડલી બહેનોના મામાનું શું થશે ? હવે મધ્ય પ્રદેશમાં નહીં પણ કેન્દ્રમાં આ હોદ્દો મળવાની શક્યતા 1 - image

ભોપાલ, તા.12 નવેમ્બર-2023, સોમવાર

છત્તીસગઢ બાદ મધ્યપ્રદેશમાં નવા મુખ્યમંત્રી તરીકે મોહન યાદવનું નામ જાહેર થતાં CM પદની દાવેદારીનો સુખઃદ અંત આવ્યો છે. આ અગાઉ મુખ્યમંત્રીના દાવેદાર તરીકે ‘લાડલી બહેના યોજના’થી ભરપુર પ્રતિસાદ મેળવનાર શિવરાજ સિંહ ચૌહાણનું નામ મોખરે હતું, જોકે સૂત્રોના જણાવ્યા મુજબ ધારાસભ્ય દળની બેઠકમાં શિવરાજ સિંહ ચૌહાણે જ મોહન યાદવનું નામ આગળ ધર્યું હતું.

લાડલી બહેનોના મામાનું શું થશે ?

જોકે હવે એવી ચર્ચાઓ થઈ રહી છે કે, શિવરાજ સિંહ ચૌહાણ પાસે રાજ્યની કમાન નથી તો આખરે લાડલી બહેનોના મામાનું શું થશે ? શું તેઓ હજુ પણ રાજ્યના રાજકારણમાં સક્રિય રહેશે કે પછી હાઈકમાન્ડ તેમને દિલ્હી બોલાવશે. જોકે શિવરાજે અગાઉ કહ્યું હતું કે, તેઓ દિલ્હી જવા ઈચ્છતા નથી.

શિવરાજ PM મોદીને આપવા માંગે છે ભેટ

શિવરાજ સિંહ ચૌહાણ ચૂંટણી પરિણામો બાદ તુરંત કહ્યું કે, હાલનો સમય દિલ્હી નહીં છિંદવાડા જવાનો છે. તેમણે કહ્યું કે, 2019માં ભાજપે રાજ્યની 29માંથી 28 બેઠકો જીતી હતી અને છિંદવાડા બેઠક પર ભાજપની હાર થઈ હતી. હવે શિવરાજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રાજ્યની 29મી બેઠકની ભેટ આપવા માંગે છે.

શિવરાજે CMની રેસમાં હોવાની પાડી ‘ના’

વિધાનસભા ચૂંટણીમાં પ્રચંડ જીત મેળવ્યા બાદ શિવરાજ સિંહે સ્પષ્ટ જણાવ્યું હતું કે, તેઓ મુખ્યમંત્રી પદની રેસમાં સામેલ નથી અને મારુ પદ મામાનું છે. આવી સ્થિતિમાં એવી અટકળો વહેતી થઈ હતી કે, તેમને દિલ્હી બોલાવવામાં આવી શકે છે અને તેમને કેન્દ્ર સરકારમાં મંત્રી પદ પણ મળી શકે છે.

પૂર્વ CMને કેન્દ્રમાં મળી શકે છે મોટી જવાબદારી

વાસ્તવમાં મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં જીત મેળવનાર નરેન્દ્ર સિંહ તોમર અને પ્રહલાદ સિંહ પટેલે કેન્દ્રીય મંત્રીમંડળમાંથી રાજીનામું આપી દીધું છે. એટલે કે એ નક્કી છે કે, બંને નેતાઓ મધ્યપ્રદેશના રાજકારણમાં જ સક્રિય રહેશે. આવી સ્થિતિમાં શિવરાજ સિંહ ચૌહાણને આ નેતાઓની સ્થાને મંત્રી બનાવવામાં આવી શકે છે.

શિવરાજે સંગઠનમાં ઘણા પદો પર જવાબદારી સંભાળી

શિવરાજ સિંહ ચૌહાણ માટે કોઈ મોટા હોદ્દા અથવા મંત્રાલય માટે અટકળોનું બજાર ગરમ થયું હોય, તેવું પહેલીવાર બન્યું છે. અગાઉ 2018માં જ્યારે કોંગ્રેસે સરકાર બનાવી હતી, ત્યારે તેમને પક્ષના રાષ્ટ્રીય સભ્ય અભિયાન સમિતિની જવાબદારી સોંપાઈ હતી.


Google NewsGoogle News