Get The App

સુપ્રીમ કોર્ટ અને ચૂંટણી પંચ ભાજપની બી, સી અને ડી ટીમ...', સંજય રાઉતના ગંભીર આરોપ

Updated: Oct 18th, 2024


Google NewsGoogle News
સુપ્રીમ કોર્ટ અને ચૂંટણી પંચ ભાજપની બી, સી અને ડી ટીમ...', સંજય રાઉતના ગંભીર આરોપ 1 - image

Shiv Sena (UBT) Leader Sanjay Raut  : મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીને હવે માત્ર એક મહિનો બાકી છે. આ દરમિયાન શિવસેના(UBT)ના નેતા સંજય રાઉતે ચૂંટણી પંચ અને સુપ્રીમ કોર્ટ પર પક્ષપાતી હોવાનો આરોપ લગાવ્યો છે. સંજય રાઉતે કહ્યું કે, ચૂંટણી પંચે ખૂબ જ મહત્ત્વપૂર્ણ નિર્ણયો આપ્યા છે. અને અમને લાગે છે કે આ નિર્ણયો MVAના હિતમાં ન હોતા અને તેની વિરુદ્ધ હતા. જેના કારણે શિંદે અને ભારતીય જનતા પક્ષને મદદ મળશે. ચૂંટણી પંચ અને સુપ્રીમ કોર્ટ નિષ્પક્ષ નથી. તે ભાજપના બી, સી, ડી ટીમ છે.

શિવસેના(UBT)ના નેતા સંજય રાઉતે કહ્યું હતું કે, 'મારા જેવા લોકો જેલમાં ગયા. અને પાછા પણ આવી ગયા. અમે જાણીએ છીએ કે લક્ષ્ય કોણ છે. અને ભાજપ શું કરશે. આ ભાજપની બિશ્નોઈ ગેંગ છે. તેમના હાથમાં હથિયારો ભલે ન હોય, પરંતુ તેમની પાસે CBI અને ED છે. તેઓ આનો ઉપયોગ અમારા પર હુમલો કરવા માટે કરી રહ્યા છે. આ પછી પણ અમે મજબૂતાઈથી ઊભા છીએ.'

વધુમાં તેમણે કહ્યું હતું કે, 'સમય પસાર થઈ રહ્યો છે. અને મને લાગે છે કે મહારાષ્ટ્રના કોંગ્રેસના નેતાઓ ઝડપથી નિર્ણય લઈ શકતા નથી. તેઓ ઉમેદવારોની યાદીની મંજૂરી મેળવવા માટે દિલ્હી મોકલતા રહે છે. એનસીપી અને શિવસેના વચ્ચે કોઈ મોટા મતભેદો નથી, કોંગ્રેસમાં પણ નથી, પરંતુ તેમ છતાં કેટલીક બેઠકો છે જેના પર ત્રણેય સહયોગીઓ દાવો કરવા માગે છે. કોંગ્રેસ અધ્યક્ષ નાના પટોલે મહારાષ્ટ્રમાં અમારા સાથી છે. અને સીટની વહેંચણી અંગેની મડાગાંઠ ટૂંક સમયમાં ઉકેલાઈ જશે.'

સુપ્રીમ કોર્ટ અને ચૂંટણી પંચ ભાજપની બી, સી અને ડી ટીમ...', સંજય રાઉતના ગંભીર આરોપ 2 - image


Google NewsGoogle News