શિવસેનાના ધારાસભ્યનું રાહુલ ગાંધી અંગે વિવાદાસ્પદ નિવેદન, કોંગ્રેસની આક્રમક પ્રતિક્રિયા

Updated: Sep 16th, 2024


Google NewsGoogle News
શિવસેનાના ધારાસભ્યનું રાહુલ ગાંધી અંગે વિવાદાસ્પદ નિવેદન, કોંગ્રેસની આક્રમક પ્રતિક્રિયા 1 - image


Sanjay Gaikwad Controversial Statement On Rahul Gandhi: કોંગ્રેસના સાંસદ અને ગૃહમાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી અમેરિકાના પ્રવાસે ગયા હતા. આ દરમિયાન તેમણે ભાજપ અને આરએસએસ પર નિશાન સાધ્યું હતું. અમેરિકામાં તેમના નિવેદનોને કારણે દેશમાં રાજકીય ગરમાવો વધી રહ્યો છે. ત્યારે શિવસેના (શિંદે જૂથ)ના ધારાસભ્ય સંજય ગાયકવાડે રાહુલ ગાંધીને લઈને વિવાદિત નિવેદન આપ્યું છે.  તેમણે કહ્યું કે, 'જે વ્યક્તિ રાહુલ ગાંધીની જીભ કાપશે તેને 11 લાખ રૂપિયાનું ઈનામ આપવામાં આવશે.'

રવનીત સિંહ બિટ્ટુએ પણ રાહુલ ગાંધીને લઈને વિવાદાસ્પદ નિવેદન આપ્યું

બીજી તરફ ભાજપ નેતા અને કેન્દ્રીય મંત્રી રવનીત સિંહ બિટ્ટુએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અંગે આપેલા વિવાદાસ્પદ નિવેદનથી રાજકારણ ગરમાયું છે. બિટ્ટુએ કોંગ્રેસ નેતાને દેશના સૌથી મોટા આતંકવાદી ગણાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે, 'જો એજન્સીએ સૌથી પહેલા કોઈના સામે કાર્યવાહી કરવી જોઈએ તો તે રાહુલ ગાંધી છે. તેમનું નામ આતંકવાદીઓની યાદીમાં નંબર વન પર હોવું જોઈએ.'

કેન્દ્રીય મંત્રીના આ વિવાદાસ્પદ નિવેદનથી કોંગ્રેસ ભડકી ગઈ છે અને કહ્યું કે, બિટ્ટુએ પોતાના મગજની સારવાર કરાવવી જોઈએ. બિટ્ટુએ પોતાની તર્ક શક્તિ સંપૂર્ણપણે ગુમાવી દીધી છે.'  

આ પણ વાંચો: દિલ્હીના નવા મુખ્યમંત્રી અંગે આજે AAPની બેઠકમાં થશે ચર્ચા, અટકળો પર સૌરભ ભારદ્વાજે આપ્યો આ જવાબ


કોંગ્રેસ નેતાઓએ સાધ્યું નિશાન

ભાજપ નેતાના આ નિવેદન પર કોંગ્રેસની આકરી પ્રતિક્રિયા સામે આવી છે. પંજાબમાં વિપક્ષી નેતા પ્રતાપ સિંહ બાજવાએ રવનીત સિંહ બિટ્ટુની ટિપ્પણીની સખત નિંદા કરી છે. તેમણે કહ્યું કે, 'રાહુલ ગાંધી વિશે બિટ્ટુની ટિપ્પણી ન માત્ર શિક્ષણ અને સંસદીય સિદ્ધાંતોની સમજણનો અભાવ દર્શાવે છે. પરંતુ જવાબદાર જાહેર વર્તણૂકની સ્પષ્ટ ઉપેક્ષા પણ દર્શાવે છે. તેમની આ ટિપ્પણી પરથી પ્રતીત થાય છે કે, તેમણે પોતાની તર્ક શક્તિ સંપૂર્ણપણે ગુમાવી દીધી છે. તમે મનોચિકિત્સકની મદદ લઈને પોતાના મગજની સારવાર કરાવી લો. બિટ્ટુની બેજવાબદાર ટિપ્પણી લોકશાહીનું અપમાન છે અને તેમને માફ ન કરી શકાય.'

શિવસેનાના ધારાસભ્યનું રાહુલ ગાંધી અંગે વિવાદાસ્પદ નિવેદન, કોંગ્રેસની આક્રમક પ્રતિક્રિયા 2 - image



Google NewsGoogle News