આઠ દિવસ આપું છું, મને રાજ્યપાલ બનાવો નહીંતર...: NDAના નેતાની ભાજપને ખુલ્લી ધમકી

Updated: Aug 6th, 2024


Google NewsGoogle News
આઠ દિવસ આપું છું, મને રાજ્યપાલ બનાવો નહીંતર...: NDAના નેતાની ભાજપને ખુલ્લી ધમકી 1 - image


Maharashtra Assembly Elections 2024 : મહારાષ્ટ્રમાં આ વર્ષે યોજાનાર વિધાનસભા ચૂંટણીઓને ધ્યાને રાખી તમામ પક્ષો તો તૈયારીઓમાં લાગી જ ગયા છે. આ ઉપરાંત કેટલાક દિગ્ગજ નેતાઓએ પણ ચૂંટણી પહેલા પાર્ટીને દબાવવાના પ્રયાસો કરી રહ્યા છે. મળતા અહેવાલો મુજબ મુખ્યમંત્રી એકનાથ શિંદેની પાર્ટી શિવસેનાના નેતા આનંદરાવ અડસુલેએ ભાજપને અલ્ટીમેટમ આપ્યું છે.

ભાજપ નેતા નવનીત રાણાએ મારું મોટું નુકસાન કર્યું : શિવસેના નેતા

અમરાવતીના પૂર્વ સાંસદ અડસુલે (Anandrao Adsul)એ કહ્યું છે કે, ‘જો મને આઠ દિવસમાં રાજ્યપાલ બનાવવામાં નહીં આવે તો હું ફરી ભાજપ નેતા નવનીત રાણાના જાતિ પ્રમાણપત્રની માન્યતાનો મુદ્દો ઉઠાવીશ. હું આઠ દિવસથી વધુ સમય રાહ નહીં જોઉ. નવનીત રાણાના કારણે મને ખૂબ નુકસાન થયું છે. જો રાણાને ટિકિટ ન અપાઈ હોય તો હું હું સાંસદ બન્યા બાદ મંત્રી બની ગયો હોત. ભાજપ મને રાજ્યપાલ બનાવવાનું વચન પુરું કરે.’

આ પણ વાંચો : પહેલા માલદીવ અને હવે બાંગ્લાદેશ, ભારતની આસપાસ દુશ્મન દેશો ઊભા કરવાની ચીનની ચાલ

‘સુપ્રીમ કોર્ટે ખોટો નિર્ણય આપ્યો’

અડસુલેએ આક્ષેપ કર્યો છે કે, લોકસભા ચૂંટણી ન લડવા પર તેમને રાજ્યપાલ બનાવવાનું વચન અપાયું હતું. રાજ્યપાલોની તાજેતરની યાદીમાં નામ ન આવતા અડસુલે હવે ભડક્યા છે, તેથી જ તેમણે ભાજપ ગુસ્સે થઈ આઠ દિવસનું અલ્ટીમેટમ આપ્યું છે. તેમણે આક્ષેપ કર્યો છે કે, સુપ્રીમ કોર્ટે નવનીત રાણાના જાતિ પ્રમાણપત્રની માન્યતા અંગે આપેલો નિર્ણય ખોટો હતો. નવનીત રાણાએ જ્યારે અમરાવતીથી ઉમેદવારી ફોર્મ ભર્યું હતું, તે જ દિવસે સુપ્રીમ કોર્ટે જાતિ પ્રમાણપત્રના કેસ (Navneet Rana Certificate Case)માં રાહત આપી હતી. તેમણે અગાઉ રાજ્યપાલ બનાવવાનો મીડિયા સમક્ષ ખુલાસ કર્યો હતો.

અમિત શાહે વચન આપ્યું હતું : અડસુલે

અડસુલેએ અગાઉ કહ્યું હતું કે, લોકસભાની ચૂંટણીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Union Home Minister Amit Shah)ના કહેવા પર તેમણે ઉમેદવારીમાંથી નામ પર ખેંચ્યું હતું. તે સમયે ભાજપે રાજ્યપાલ બનાવવાનું વચન આપ્યું હતું અને આ દરમિયાન મુખ્યમંત્રી એકનાથ શિંદે (CM Eknath Shinde) અને નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ (Devendra Fadnavis) પણ ઉપસ્થિત હતા. હવે તેઓ કહી રહ્યા છે કે, ભાજપે (BJP) જે વચન આપ્યું છે, તે નિભાવે. ઉલ્લેખનીય છે કે, અમરાવતી (Amravati) બેઠક પર ભાજપના ઉમેદવાર નવનીત રાણા હારી ગયા હતા અને કોંગ્રેસ (Congress)ના બલવંત વાનખેડેની જીત થઈ હતી.

આ પણ વાંચો : જે દેશમાં ગયા છો, ત્યાં જ શરણ લો: બ્રિટને આપ્યો ઝટકો, હવે શું કરશે શેખ હસીના?


Google NewsGoogle News