Get The App

જગતગુરૂ સંત તુકારામ મહારાજના 11મા વંશજ શિરીષ મહારાજે આર્થિક તંગીને લીધે આત્મહત્યા કરી

Updated: Feb 5th, 2025


Google NewsGoogle News
જગતગુરૂ સંત તુકારામ મહારાજના 11મા વંશજ શિરીષ મહારાજે આર્થિક તંગીને લીધે આત્મહત્યા કરી 1 - image


Shirish Maharaj More: જગતગુરૂ સંત તુકારામ મહારાજના અગિયારમાં વંશજ શિરિશ મહારાજ મોરે આત્મહત્યા કરી લીધી છે. નાણાંકીય મુશ્કેલીના કારણે તેમણે આ પગલું લીધું છે. જેનો ઉલ્લેખ સુસાઇડ નોટમાં કરવામાં આવ્યો છે, જે પોલીસને તેમના ઘરેથી મળી હતી. સુસાઇડ નોટમાં ઉલ્લેખ કર્યો કે, 'હું નાણાંકીય મુશ્કેલીના કારણે આત્મહત્યા કરી રહ્યો છું'. 

આ પણ વાંચોઃ શત્રુઘ્ન સિન્હાએ UCCને પણ કર્યું સમર્થન, કહ્યું- 'દેશમાં નોનવેજ આરોગવા પર પણ પ્રતિબંધ મૂકો'

શિરિશ મહારાજ સંત તુકારામ મહારાજના અગિયારમાં વંશજ હતાં. તેમની પાસે નિગડીમાં ઈડલી રેસ્ટોરન્ટ પણ હતી. પરિવારમાં માતા અને પિતા છે. ગત મહિને જ તેમના લગ્ન નક્કી થયા હતાં, જે એપ્રિલ અથવા મે મહિનામાં આયોજિત થવાના હતાં. પરંતુ, લગ્ન પહેલાં જ તેઓએ આત્મહત્યા કરી લીધી છે. 

આ પણ વાંચોઃ બીમારી એવી કે માણસ સિક્કા ખાવા લાગે છે! ડૉક્ટરે સર્જરી કરી પેટમાંથી 33 Coin કાઢ્યાં

પોલીસે હાથ ધરી તપાસ

આત્મહત્યાની ઘટનાથી દેહુગાંવમાં શોકનો માહોલ છે. હાલ દેહરોડ પોલીસે ઘટના અંગે તપાસ હાથ ધરી છે. પોલીસનું કહેવું છે કે, શિરિશ મહારાજ પોતાના રૂમમાં સૂતા હતાં. સવારે જ્યારે તેમને જગાડવા માટે પરિવારના લોકો ગયા તો અંદરથી જવાબ ન આવ્યો. ત્યારબાદ પરિવારના લોકોએ દરવાજો તોડી દીધો. દરવાજો તોડ્યા બાદ પરિવારજનોને સામે શિરિશ મહારાજ પડેલાં જોવા મળ્યા હતાં. ત્યારબાદ પરિવારજનો તેમને હોસ્પિટલ લઈ ગયા, જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યાં. 


Google NewsGoogle News