Get The App

ચીનથી કરાચી જતા શિપમાં પરમાણુ મિસાઈલને લગતું કન્સાઈન્મેન્ટ, મુંબઈ પોર્ટ પર રોકી દેવાયું

કસ્ટમની ટીમને ચીનથી પાકિસ્તાન જઈ રહેલા શિપમાંથી શંકાસ્પદ સામાન મળી આવ્યો

DRDOની ટીમે સામાનની તપાસ કરતા તે મિસાઈલમાં ઉપયોગ થતા CNC મશીન હોવાનું સામે આવ્યું

Updated: Mar 2nd, 2024


Google NewsGoogle News
ચીનથી કરાચી જતા શિપમાં પરમાણુ મિસાઈલને લગતું કન્સાઈન્મેન્ટ, મુંબઈ પોર્ટ પર રોકી દેવાયું 1 - image


China-Pakistan Ship : ભારતીય સુરક્ષા એજન્સીઓએ ચીનથી કરાંચી જતા શિપમાં પરમાણુ મિસાઈલને લગતું કન્સાઈન્મેન્ટ હોવાના આશંકાને પગલે મોટી કાર્યવાહી કરી છે. એજન્સીઓએ મુંબઈના ન્હાવા શેવા બંદર (Mumbai Port) પર ચીનથી પાકિસ્તાન જઈ રહેલા એક શિપને અટકાવી દીધું છે. કસ્ટમની ટીમે શિપની તપાસ કર્તા બાદ તેમાંથી શંકાસ્પદ સામાન મળી આવ્યો છે. આ ઉપરાંત DRDOની ટીમે સામાનની તપાસ કર્યા બાદ મિસાઈલ સંબંધીત ચોંકાવનારો ખુલાસો કર્યો છે.

શિપમાંથી શંકાસ્પદ સામાન મળી આવ્યો

અધિકારીઓએ જણાવ્યું કે, કરાંચી જઈ રહેલા શિપને શંકાના આધારે અટકાવાયું છે. માહિતીના આધારે શિપની તપાસ કરતા શંકાસ્પદ સામાન મળી આવ્યો છે અને આ સામાનનો ઉપયોગ પાકિસ્તાનના પરમાણુ અને બેલેસ્ટિક મિસાઈલ કાર્યક્રમ (Nuclear And Ballistic Missile Programme) માટે લઈ જવાતો હોવાની આશંકા છે. પાકિસ્તાનના પરમાણુ કાર્યક્રમને લગતો આ સામાન ભારતીય બંદરમાં મળી આવતા હડકંપ મચ્યો છે. કસ્ટમના અધિકારીઓએ ગુપ્તચર બાતમીના આધારે DRDOના વૈજ્ઞાનિકો સાથે શિપમાં એક કોમ્પ્યૂટર ન્યૂમેરિકલ કન્ટ્રોલ (CNC) મશીન સહિત કન્સાઈન્મેન્ટની તપાસ કરી છે.

DRDOની ટીમે શંકાસ્પદ મળેલ સામાન અંગે કર્યો ચોંકાવનારો ખુલાસો

ડીઆરડીઓની ટીમે શિપમાં રાખેલ કન્સાઈન્મેન્ટની તપાસ કરી હતી. તેમણે કહ્યું કે, પાકિસ્તાન આ કન્સાઈન્મેન્ટનો ઉપયોગ પરમાણુ કાર્યક્રમ માટે કરી શકે છે. શિપમાંથી એતાલવી કંપની દ્વારા બનાવાયેલ સીએનસી મશીન મળતા ટીમ દ્વારા તેની તપાસ કરવામાં આવી છે.

કોમ્પ્યૂટરથી કન્ટ્રોલ કરી શકાય તેવું મશીન મળી આવ્યું

શિપમાંથી મળેલા સીએનસી મશીન અંગે ડીઆરડીઓની ટીમે ચોંકાવનારો ખુલાસો કરતા કહ્યું કે, આ મશીનનો ઉપયોગ કોમ્પ્યૂટરથી કન્ટ્રોલ કરી શકાય છે. આ મશીન મિસાઈલ નિર્માણના મહત્વના ભાગોને મજબૂત અને સ્થિરતા પુરી પાડે છે.

પરમાણુ અને મિસાઈલ કાર્યક્રમો સંબંધીત જરૂરી પાર્ટ્સ મળ્યા

ઉલ્લેખનિય છે કે, કસ્ટમના અધિકારીઓએ ગુપ્ત બાતમીના આધારે 23 જાન્યુઆરીએ કરાંચી જઈ રહેલા માલ્ટાના ધ્વજવાળા એક શિપને અટકાવ્યું હતું. શિપમાં તપાસ બાદ 22,180 કિલોગ્રામનું કન્સાઈન્મેન્ટ મળ્યું હતું અને તે તાઈયુઆન માઈનિંગ ઈમ્પોર્ટ એન્ડ એક્સપોર્ટ કંપની લિમિટેડ દ્વારા પાકિસ્તાન સ્થિત કૉસ્મૉસ એન્જિનિયરિંગને મોકલવામાં આવી રહ્યું હતું. ડીઆરડીઓએ પુષ્ટિ કરી છે કે, આ કન્સાઈન્મેન્ટમાં પરમાણુ અને મિસાઈલ કાર્યક્રમો સંબંધીત જરૂરી પાર્ટ્સ મળ્યા છે.


Google NewsGoogle News