Get The App

ભાજપ શિંદેને મોટો ઝટકો આપવાની તૈયારીમાં, NDAના સીએમ ઉમેદવાર અંગે નવો પ્લાન

Updated: Oct 4th, 2024


Google NewsGoogle News
ભાજપ શિંદેને મોટો ઝટકો આપવાની તૈયારીમાં, NDAના સીએમ ઉમેદવાર અંગે નવો પ્લાન 1 - image


Maharashtra Politics: મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીની  નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA)એ તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે. બેઠક શેરિંગ પર વાતચીત લગભગ પૂર્ણ થઈ ગઈ છે. નેતૃત્વ અંગે પણ લગભગ નિર્ણયો લેવામાં આવ્યા છે.  સૂત્રોના જણાવ્યાનુસાર, ભાજપના નેતૃત્વમાં એનડીએ સામૂહિક નેતૃત્વમાં ચૂંટણીમાં ઉતરશે, જો કે શિવસેના (શિંદે જૂથ) પર દબાણ છે કે એનડીએ વર્તમાન મુખ્યમંત્રી એકનાથ શિંદેને આગળ રાખીને ચૂંટણી લડે, જેથી શિવસેના (ઉદ્ધવ)ના તેના મતમાં વધુ પડતો ઘટાડો કરી શકે નહીં.

ભાજપ લગભગ 170 બેઠકો પર ચૂંટણી લડશે!

મહારાષ્ટ્રમાં હજુ ચૂંટણીની જાહેરાત થઈ નથી, પરંતુ ભાજપે ઉમેદવારોની પસંદગીનું કામ શરૂ કરી દીધું છે. મહારાષ્ટ્રમાં એનડીએની અંદર બેઠકની વહેંચણીને લઈને વ્યાપક સર્વસંમતિ સધાઈ છે. 288 વિધાનસભા બેઠકોમાંથી, ભાજપ લગભગ 170 બેઠકો પર ચૂંટણી લડશે, જ્યારે શિવસેના (શિંદે જૂથ) લગભગ 80 બેઠકો પર ચૂંટણી લડશે, જ્યારે અજિત પવારની આગેવાની હેઠળની એનસીપીને લગભગ 38 બેઠકો મળવાની સંભાવના છે.

આ પણ વાંચો: ઉત્તરપ્રદેશમાં ભયંકર અકસ્માત, બેકાબૂ ટ્રકે ટ્રેક્ટરને ફંગોળી નાખતાં 10 લોકોનાં કમકમાટીભર્યા મોત


વિધાનસભા ચૂંટણીમાં ભાવિ મુખ્યમંત્રીને લઈને ભાજપની મુખ્ય સહયોગી શિવસેના ઈચ્છે છે કે એનડીએ વર્તમાન મુખ્યમંત્રી એકનાથ શિંદેના ચહેરા સાથે ચૂંટણી મેદાનમાં ઉતરે. આ પાછળ તેમનો તર્ક છે કે શિવસેના ઉદ્ધવ ઠાકરેને નુકસાન થશે અને એનડીએને ફાયદો થશે. જો કે, આ મુદ્દે ભાજપ સ્પષ્ટપણે માને છે કે તે માત્ર મહત્તમ બેઠકો પર ચૂંટણી લડી રહ્યું નથી, પરંતુ તે ગઠબંધનમાં સૌથી મોટી પાર્ટી પણ છે. તેથી ભાવિ સરકારનું નેતૃત્વ તેમની પાસે જ રહેશે.

આવી સ્થિતિમાં સામૂહિક નેતૃત્વ હેઠળ ચૂંટણી લડવી વધુ સારું રહેશે, કારણ કે વિપક્ષ કોંગ્રેસ, એનસીપી (શરદ પવાર) અને કોંગ્રેસનું ગઠબંધન પણ કોઈપણ ચહેરા વિના ચૂંટણી લડવાની તૈયારી કરી રહ્યું છે. આવી સ્થિતિમાં ભાજપ વિરોધી છાવણીને કોઈ તક આપવા માંગતી નથી.

ભાજપ શિંદેને મોટો ઝટકો આપવાની તૈયારીમાં, NDAના સીએમ ઉમેદવાર અંગે નવો પ્લાન 2 - image


Google NewsGoogle News