શિંદે સરકાર 31 ડિસેમ્બર સુધીમાં પડી જશે: આદિત્ય ઠાકરેનો મોટો દાવો

Updated: Nov 24th, 2023


Google NewsGoogle News
શિંદે સરકાર 31 ડિસેમ્બર સુધીમાં પડી જશે: આદિત્ય ઠાકરેનો મોટો દાવો 1 - image

અમદાવાદ, તા. 23 નવેમ્બર 2023, શુક્રવાર 

મહારાષ્ટ્રના રાજકરણમાં એક બાદ એક સરકારની સાથે-સાથે રાજકીય દાવાઓની રમત પણ ચાલી રહી છે. ક્યારેક એકાએક સરકાર પડી જાય છે તો ક્યારેક એકાએક MLA ફૂટી જાય છે તો ક્યારેક સરકાર પડી જવાના દાવાઓ કરવામાં આવે છે. હવે મહારાષ્ટ્ર રાજ્યના પૂર્વ પ્રવાસન મંત્રી અને ઠાકરે જૂથના નેતા આદિત્ય ઠાકરેએ મહારાષ્ટ્રની શિંદે સરકારને લઈને મોટો દાવો કર્યો છે. ઠાકરેએ દાવો કર્યો છે કે 31 ડિસેમ્બર સુધીમાં શિંદે સરકાર પડી જશે. 

આદિત્યએ કહ્યું કે વર્ષ 2024માં દેશમાં અને મહારાષ્ટ્રમાં નવી સરકાર બનશે. આદિત્ય ઠાકરે કોંકણના પ્રવાસે છે. સાવંતવાડીમાં જનસભા બાદ તેમણે આ મોટું નિવેદન આપ્યું હતું. ધારાસભ્યોની સદસ્યતા અંગે વિધાનસભામાં ચાલી રહેલી સુનાવણી પર આદિત્ય ઠાકરેએ કહ્યું કે વિધાનસભાના અધ્યક્ષે 31મી તારીખ અથવા તે પહેલા નિર્ણય લેવો જોઈએ. જો કે આ સરકાર લાંબો સમય ટકશે નહીં. સત્તા આંચકીને ઉભી કરવામાં આવેલ આ સરકાર ડિસેમ્બરમાં પડી જશે.

દેશમાં લોકશાહી ખતમ કરવા માંગે છે: ઠાકરેનો આક્ષેપ

ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવાના મામલામાં વિધાનસભા અધ્યક્ષ સમક્ષ સુનાવણી ચાલી રહી છે. ઠાકરે કહ્યું કે બંધારણ અને લોકશાહીને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવો જોઈએ. ચૂંટણી જાહેર કરવી જોઈએ અથવા શિંદે જૂથને બહારનો રસ્તો બતાવવો જોઈએ, તો જ રાજ્યમાં લોકશાહી ટકી શકશે. ખોખા-પેટીઓ લેનારાઓના મનમાં કંઈક હશે. તેમણે આરોપ લગાવ્યો કે શિંદે અને તેમના નવા હાઈકમાન દેશમાં લોકશાહી ખતમ કરવા માંગે છે.


Google NewsGoogle News