Get The App

યુવાનોને મહિને રૂ. 6થી 10 હજારઃ લાડલી બહેન બાદ લાડલા ભાઈ યોજના, આ રાજ્યમાં NDAનો નિર્ણય

Updated: Jul 17th, 2024


Google NewsGoogle News
Maharashtra Ladla Bhai Yojana

Image: IANS



Shinde Government Launch Ladla Bhai Yojana: વિધાનસભા ચૂંટણી પહેલાં મહા યુતિ સરકાર દ્વારા લોકોને આકર્ષિત કરવાં વિવિધ જાહેરાતોની વણઝાર જોવા મળી છે. મહારાષ્ટ્ર સરકારે લાડલી બહેન યોજના બાદ હવે લાડલા ભાઈ યોજના લાવવાની જાહેરાત કરી છે. આ યોજના અંતર્ગત 12 ધોરણ પાસ કરનારા વિદ્યાર્થીઓએ દર મહિને રૂ. 6 હજાર આપશે. મહારાષ્ટ્ર સરકાર આ યોજના હેઠળ ડિપ્લોમા કરી રહેલા વિદ્યાર્થીઓને દર મહિને રૂ. 8 હજાર અને ગ્રેજ્યુએશન કરનાર વિદ્યાર્થીઓને રૂ. 10 હજાર આપવાની જાહેરાત કરી છે.

મુખ્યમંત્રી એકનાથ શિંદેએ કહ્યું કે, સરકારની નજર દિકરા-દિકરીમાં તફાવત કરવાની નથી. આ યોજના બેરોજગારીનું સમાધાન લાવશે. લાડલા ભાઈ યોજનામાં યુવાનોને ફેક્ટરીમાં એપ્રેન્ટિસશિપ મળશે. તેમજ સરકાર તરફથી સ્ટાઈપેડ ચૂકવવામાં આવશે. ઉલ્લેખનીય છે, મહારાષ્ટ્ર સરકારે હાલમાં જ લાડલી બહેન યોજના લાગુ કરી હતી. જે હેઠળ 21 વર્ષથી 60 વર્ષની વય જૂથ ધરાવતી મહિલાઓને દર મહિને રૂ. 1500ની આર્થિક સહાય આપે છે.

સબ કા સાથ, સબ કા વિકાસ નહીં, જો હમારે સાથ, હમ ઉન કે સાથ’, બંગાળ ભાજપ નેતા સુવેન્દુ અધિકારી

વિધાનસભામાં બેરોજગારીનો મુદ્દો

વિધાનસભા સત્ર દરમિયાન શિવસેના (UBT) પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ બેરોજગારીનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે મધ્યપ્રદેશ સરકારની તર્જ પર મહિલાઓ અને યુવાનોને આર્થિક સહાય આપવાની માંગ કરી હતી. અજિત પવાર તેમના બીજા બજેટમાં લાડલી બહેન યોજના લાવ્યા હતાં. હવે લાડલા ભાઈ યોજના જાહેર કરવામાં આવી છે. આ લાડલી બહેન અને લાડલા ભાઈ ચૂંટણીમાં ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. બેરોજગારીના મુદ્દાથી ઘેરાયેલી સરકાર આ પહેલથી યુવાનોને આકર્ષી શકે છે. મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી ઓક્ટોબર અને નવેમ્બરમાં યોજાશે. ગત લોકસભા ચૂંટણીમાં મહા યુતિને હારનો સામનો કરવો પડ્યો હતો.


  યુવાનોને મહિને રૂ. 6થી 10 હજારઃ લાડલી બહેન બાદ લાડલા ભાઈ યોજના, આ રાજ્યમાં NDAનો નિર્ણય 2 - image


Google NewsGoogle News