Get The App

8 દિવસની કેદ અને 5 હજાર રૂપિયા દંડ... હિમાચલ પ્રદેશ આવતાં પ્રવાસીઓ ન કરે આ ભૂલ, નહીં તો થશે જેલ!

Updated: Jan 28th, 2025


Google NewsGoogle News
8 દિવસની કેદ અને 5 હજાર રૂપિયા દંડ... હિમાચલ પ્રદેશ આવતાં પ્રવાસીઓ ન કરે આ ભૂલ, નહીં તો થશે જેલ! 1 - image


Himachal Pradesh : હિમાચલ પ્રદેશના લાહૌલ સ્પીતિ જિલ્લામાં બરફનો આનંદ માણી રહેલા પ્રવાસીઓ સંબંધિત એક મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. લાહૌલ ખીણમાં ચંદ્રભાગા નદી અને આસપાસના નાળાઓમાં જતાં પ્રવાસીઓને જેલની હવા ખાવાનો વારો આવ્યો છે. આ સાથે જ લાહૌલ સ્પીતિ પોલીસે એક એડવાઇઝરી જારી કરી છે.

આ પણ વાંચો : મહાકુંભ સ્પેશિયલ ટ્રેન પર હુમલો: ઉપદ્રવીઓએ પથ્થરમારો અને તોડફોડ કરી, મુસાફરોમાં દહેશત

પ્રવાસીઓ નદીમાં ઉતરીને ફોટોગ્રાફી કરી રહ્યા હતા

હકીકતમાં ગઈકાલે એટલે કે 27 જાન્યુઆરીએ ચંદ્રભાગા નદી નજીક કેટલાક પ્રવાસીઓનો એક વીડિયો સામે આવ્યો હતો. અહીં પ્રવાસીઓ નદીમાં ઉતરીને ફોટોગ્રાફી કરી રહ્યા હતા આ ઉપરાંત કિનારે હુક્કા પીતા પણ જોવા મળ્યા હતા. જે બાદ  લાહૌલ સ્પીતિના એસપી મયંક ચૌધરીએ કડક આદેશો જારી કર્યા છે.

આ જીવલેણ અને ખતરનાર બની શકે છે: એસપી

એસપી મયંક ચૌધરીએ આદેશમાં જણાવ્યું હતું કે, આ જિલ્લામાં દેશ વિદેશમાંથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ મુલાકાત લઈ રહ્યા છે અને એવું જોવા મળ્યું છે કે પ્રવાસીઓ કોકસરથી ટાંડી સંગમ સુધી નદીમાં વિવિધ સ્થાનો પર ફોટોગ્રાફ્સ તેમજ સેલ્ફી લેવા માટે જતાં હોય છે. અહીં નદીના કિનારા થીજી ગયા છે અને પાણીનું તાપમાન અત્યંત ઓછું છે. તેમ છતાં કેટલાક પ્રવાસીઓ નદી પાર કરવાની કોશિશ કરતાં જોવા મળે છે, જે જીવલેણ અને ખતરનાર બની શકે છે.

...અને પાણીનું સ્તર અચાનક વધી શકે છે

અચાનક જામેલો બરફ તૂટવાથી કે માઇનસ તાપમાનને કારણે જો કોઈ પ્રવાસી નદીમાં પડી જાય તો તે જીવલેણ બની શકે છે. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સમયાંતરે અનેક સલાહ આપવામાં આવવા છતાં, ઘણા લોકો બિનજરૂરી રીતે નદી કિનારા તરફ આગળ વધી રહ્યા છે, જે તેમના જીવન અને સલામતી માટે ગંભીર ખતરો બની શકે છે. અને જેમ જેમ તાપમાન વધશે તેમ તેમ નદી કિનારા પરનો બરફ પણ પીગળવા લાગશે અને પાણીનું સ્તર અચાનક વધી શકે છે. ભૂતકાળમાં આ જિલ્લાની નદીઓમાં ડૂબી જવાના અનેક કિસ્સાઓ બન્યા છે, જેમાં લોકોએ જીવ ગુમાવ્યા છે અને તેથી આ મામલો ખૂબ જ ગંભીર છે. 

આ પણ વાંચો : પ્રયાગરાજ જતી ફ્લાઇટ્સમાં લૂંટ, 5000ની ટિકિટ 50 હજારમાં: AAPએ કરી કાર્યવાહીની માંગ

8 દિવસની કેદ અને 5,000 રૂપિયા સુધીનો દંડની જોગવાઈ 

એસપી એચ.પી. પોલીસ અધિનિયમ, 2007ની કલમ 111 હેઠળ, કોકસરથી ટાંડી સુધી નદી કિનારે જવા અંગે આદેશો જારી કરવામાં આવ્યા છે. જે કોઈ આ હુકમનું ઉલ્લંઘન કરશે તેને 8 દિવસ સુધીની કેદની સજા અથવા ઓછામાં ઓછા 1,000 રૂપિયાથી 5,000 રૂપિયા સુધીનો દંડ અથવા બંનેની સજા થશે. હરિયાણા પોલીસ અધિનિયમની કલમ 115  હેઠળ આદેશ કરવામાં આવ્યો છે. 


Google NewsGoogle News