Get The App

ભારતમાં ટુરિસ્ટ માટે જાણીતા શહેરમાં અઠવાડિયાથી ભૂસ્ખલન, વાહનોના પૈડા થંભ્યા, પ્રવાસીઓ મુશ્કેલીમાં

Updated: Sep 11th, 2024


Google NewsGoogle News
ભારતમાં ટુરિસ્ટ માટે જાણીતા શહેરમાં અઠવાડિયાથી ભૂસ્ખલન, વાહનોના પૈડા થંભ્યા, પ્રવાસીઓ મુશ્કેલીમાં 1 - image
Image: IANS (File Photo)

Shimla Landslide : શિમલામાં એક અઠવાડિયાથી સતત વરસી રહેલા વરસાદના કારણે ઘણી જગ્યાએ ભૂસ્ખલનથી રસ્તા પર જામની સમસ્યા ગંભીર બની છે. તંત્રએ ક્રોસિંગના નજીકના માર્ગ તો ખોલી દીધા છે, પરંતુ વરસાદના કારણે આ જગ્યાએ પણ ભૂસ્ખલન થવાનો લોકોમાં ડર છે. જેના કારણે પગપાળા ચાલનારા લોકો ભૂસ્ખલનની સંભવિત જગ્યાએથી ખૂબ જ સાવચેતી સાથે પસાર થઈ રહ્યા છે. 

ભૂસ્ખલન રોકવાનો પ્રયાસ

વાહન ચાલકો પણ આ જગ્યાઓએ ફસાઈ રહ્યા છે, જેનાથી ટ્રાફિક જામની સમસ્યા ઊભી થઈ છે. વળી, ચક્કર માર્ગ પર પ્રેસની નજીક પણ ભૂસ્ખલનનો ક્રમ શરુ થયો છે. લોકો દ્વારા ભૂસ્ખલન રોકવા માટે તાડપત્રી લગાવવામાં આવી છે, પરંતુ વરસાદના કારણે ત્યાં પણ જોખમ રહેલું છે.

આ પણ વાંચોઃ દલિત સગીરા પર ચાલતી કારમાં સામૂહિક દુષ્કર્મ, પછી ગાડી થાંભલા સાથે ભટકાઈ અને પલટી ગઈ

શાળાએ ભણતાં બાળકોની વધી મુશ્કેલી

મંગળવારે ટુટૂ ક્રોસિંગથી જૂના બસ સ્ટેન્ડ સુધી પહોંચવા લોકોને આશરે એકથી દોઢ કલાક લાગ્યો હતો. ક્રોસિંગની નજીક જામના કારણે રસ્તા પર નાના-મોટા વાહનોની લાંબી લાઇનો લાગી છે. જેના કારણે સ્કૂલ, કૉલેજ અને ઑફિસ જતાં લોકો પરેશાન થઈને પગપાળા જ નીકળી પડ્યા છે. આવી સ્થિતિમાં સૌથી વધારે મુશ્કેલી વિદ્યાર્થીઓને થઈ રહી છે. ભારે ભરખમ બેગ અને વરસાદ સાથે સમયસર શાળાએ પહોંચવામાં વિદ્યાર્થીઓને મુશ્કેલી પડી રહી છે.


Google NewsGoogle News