Get The App

શિમલા, કુલ્લૂ, લાહોલ, મનાલીમાં ભારે હિમવર્ષા, જુઓ Snowfall Video

Updated: Feb 4th, 2024


Google NewsGoogle News
શિમલા, કુલ્લૂ, લાહોલ, મનાલીમાં ભારે હિમવર્ષા, જુઓ Snowfall Video 1 - image


Himachal Weather : હિમાચલ પ્રદેશની ઉંચાઈવાળા વિસ્તારોમાં હિમવર્ષા થઈ રહી છે. શિમલા સહિત અન્ય વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. વરસાદ અને હિમવર્ષાથી રાજ્યમાં શીત લહેર યથાવત્ છે. રાજ્યમાં હિમવર્ષાને લઈને રવિવાર સવારે 10 વાગ્યા સુધી નેશનલ હાઈવે અને 518 રોડ પર અવરજવર ઠપ થઈ ગઈ હતી. ત્યારે, 487 વીજ ટ્રાન્સફોર્મર પણ બંધ છે. જેના કારણે કેટલાક વિસ્તારોમાં બ્લેકઆઉટ ચાલી રહ્યું છે. નિચલા વિસ્તારોમાં વરસાદની સાથે ધુમ્મસ છવાઈ છે.

કુલ્લૂ લાહોલ ફરી શરૂ થયો હિમવર્ષા-વરસાદનો તબક્કો

કુલ્લૂ અને લાહોલ-સ્પીતિમાં ફરી એકવાર હવામાનમાં પલટો આવ્યો છે. કુલ્લૂ અને લાહોલમાં હિમવર્ષા અને વરસાદનો દોર શરૂ થઈ ગયો છે. હાલની હિમવર્ષાને લઈને અટલ ટનલ રોહતાંગ થઈને લાહોલ માટે વાહનોની અવરજવર બંધ થઈ ગઈ છે. તેવામાં લાહોલના કુલ્લૂથી સંપર્ક કપાઈ ચૂક્યો છે. રવિવાર મોડી રાત્રિથી ઉંચાઈ વાળા વિસ્તારોમાં સ્નોફોલ અને નિચલા વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે.

અટલ ટનલ રોહતાંગના નોર્થ 15 સેન્ટિમીટર, સાઉથ પોર્ટલમાં 12, સિસ્સૂમાં 9 સેન્ટિમીટર સુધી હિમવર્ષા થઈ છે. ત્યારે, વરસાદ અને હિમવર્ષાને લઈને લોકોની મુશ્કેલીઓ વધી છે. ગ્રામ્ય વિસ્તારોના રૂટ પર બસોના પૈડા થંભી ગયા છે. ખીણમાં જબરદસ્ત ઠંડીની ઝપેટમાં આવી ગયા છે.

પાંગીમાં એકવાર ફરી હિમવર્ષા

આદિવાસી વિસ્તાર પાંગીમાં રવિવાર સવારે ફરી એકવાર હિમવર્ષાનો ક્રમ શરૂ થઈ ગયો. હિમવર્ષાના કારણે પહેલા જ આદિવાસી વિસ્તાર પાંગી દેશ દુનિયાથી સંપર્ક વિહોણો થયો છે. તેવામાં ફરીથી શરૂ થનારી હિમવર્ષાએ પાંગીવાસીઓની મુશ્કેલીઓ વધારી દીધી છે. પાંગીની વધુ પડતી પંચાયતો ચાર દિવસથી અંધારામાં જ ડુબેલી રહી છે.

પાંગીથી કુલ્લૂ, લાહોલ રોડ સહિત 19 સંપર્ક રોડ પર અવરજવર સંપૂર્ણ રીતે ઠપ થઈ ગઈ છે. આદિવાસી વિસ્તાર પાંગીની સુરાલમાં 2 ફુટ હિમવર્ષા બાદ હવે ફરીથી હિમવર્ષા શરૂ થઈ ગઈ છે.

11 ફેબ્રુઆરી સુધી યુનિવર્સિટીમાં રજા જાહેર

પાંગીમાં હિમવર્ષાને લઈને યુનિવર્સિટીમાં 11 ફેબ્રુઆરી સુધી રજા જાહેર કરી દેવાઈ છે. આ આદેશ સ્થાનિક તંત્રએ જાહેર કર્યો છે.

અટલ ટનલ અવરજવર માટે બંધ

અટલ ટનલ રોહતાંગમાં લગભગ સાત ઈંચ સુધી હિમવર્ષા થઈ છે. હિમવર્ષાના કારણે કોઈપણ વાહનોને અટલ ટનલ તરફથી મંજૂરી નથી. પર્યટક વાહન નેહરૂકુન્ડ સુધી મોકલાઈ રહ્યા છે. મનાલીમાં હિમવર્ષા થઈ રહી છે. મનાલીથી જોડાયેલા ગ્રામ્ય વિસ્તારોમાં 4 ઈંચ સુધી તાજા હિમવર્ષા થઈ છે.

શિમલામાં પાંચ ફેબ્રુઆરી સુધી હિમવર્ષાની આગાહી

હવામાન વિજ્ઞાન કેન્દ્ર શિમલાએ પાંચ ફેબ્રુઆરી સુધી મધ્ય અને ઉચ્ચ પર્વતીય જિલ્લાઓના કેટલાક વિસ્તારોમાં વરસાદ-હિમવર્ષા શક્યતા છે. મેદાની વિસ્તારોમાં વરસાદની સંભાવના છે. આજે કુલ્લૂ, ચંબા, શિમલા, કિન્નૌર અને લાહોલ-સ્પીતિ જિલ્લામાં ભારે હિમવર્ષાનું અલર્ટ છે.

જનજીવન ખોરવાયું

રવિવારે ભારે વરસાદના કારણે લોકોને દૂધ, બ્રેડ, શાકભાજી સહિતની જીવન જરૂરિયાતની સામગ્રી પહોંચી નથી શકી. તો રોડ સફાઇનું કામ પણ વરસાદના કારણે અટવાયું છે.


Google NewsGoogle News