Get The App

રાજના કારનામાથી પત્ની શિલ્પા શેટ્ટીની ઇજ્જતના ચિથરાં ઊડી ગયા

Updated: Jul 25th, 2021

GS TEAM


Google News
Google News
રાજના કારનામાથી પત્ની શિલ્પા શેટ્ટીની ઇજ્જતના ચિથરાં ઊડી ગયા 1 - image


શિલ્પા શેટ્ટીના એન્ડોર્સમેન્ટથી લઇને અન્ય કરારો રદ થઇ ગયા

મુંબઇ : પોતાના બંગલે જ્યારે પતિ રાજ કુન્દ્રાની હાજરીમાં જ શિલ્પા શેટ્ટીની પોલીસે પૂછપરછ કરી હતી ત્યારે શિલ્પા ઘણી વખત હિંમત હારી ગઇ હતી. તેણી પોલીસ સમક્ષ ત્રણ-ચાર વખત રડી પડી હતી.  શિલ્પાએ જણાવ્યું હતું કે, આ પ્રકરણના કારણે તેની ઇમેજને ધક્કો લાગ્યો છે. તેના હાથમાંથી ઘણી બ્રાન્ડસ અને ક્રોન્ટ્રેકસ નીકળી ગયા છે. 

એક રિપોર્ટના અનુસાર શિલ્પા પોતે આ મામલે કાંઇ જાણતી હોવાની વાતનો ઇન્કાર કર્યો છે. અભિનેત્રીએ ઊલટતપાસ દરમિયાન જણાવ્યું હતું કે, તેણે વિયાન કંપની ગયા વરસે જ છોડી દીધી હતી. હોટ શોટ એપ શું છે અને તે કઇ રીતે કામ કરે છે તેનાથી તે સાવ અજાણ છે, તે ફક્ત એટલું જ જાણે છે કે તેનો પતિ વેબ સીરીઝ અને શોર્ટ ફિલ્મો બનાવતો હતો. 

તેણે પોલીસને એમ પણ કહ્યું હતું કે,ઇરોટિકા અને પોર્ન ફિલ્મમાં ખાસ્સો તફાવત છે અને તેનો પતિ નિદ્રોષ છે. ઉલ્લેખનયી છે કે, ટેલિવિઝનના ડાન્સ રિયાલિટી શોમાંથી પણ શિલ્પા નીકળી ગઇ છે. શિલ્પા આ શોમાં બાળકો સાથે હસી-મજાક કરી લેતી હતી તેમજ ઘણી વખત ઇમોશનલ થઇને રડી પડતી પણ જોવા મળતી હતી.  આજે આ જ ભૂલકાઓ સામે શિલ્પા ફરી આવવાની હિંમત કરી શકતી નથી.

Tags :