શું ડિવોર્સ બાદ શિખર ધવનને મળી શકશે દિકરાની કસ્ટડી ? જાણો શું કહે છે કાયદો

શિખર ધવનને છુટાછેડાની મંજુરી મળી ગઈ છે

છુટાછેડા બાદ કસ્ટડી બાબતે શું છે કાયદો

Updated: Oct 6th, 2023


Google NewsGoogle News
શું ડિવોર્સ બાદ શિખર ધવનને મળી શકશે દિકરાની કસ્ટડી ? જાણો શું કહે છે કાયદો 1 - image
Photo Credit: Instagram

Court approved Shikhar Dhawan's divorce from Aesha Mukerji: કોર્ટ દ્વારા ટીમ ઇન્ડીયાના ક્રિકેટર શિખર ધવનને છુટાછેડાની મંજુરી મળી ગઈ છે. તેમજ કોર્ટે માન્યું કે આયશાને તેમના દીકરાને શિખર ધવનથી જાણી જોઈને દુર રાખ્યો હતો. હાલ તેમના સંતાનની કસ્ટડી બાબતે કોર્ટે કોઈ જ આદેશ આપ્યો નથી. પરંતુ સોશિયલ મીડિયામાં આ બાબતે ખુબ ચર્ચાઓ ચાલી રહી છે. પણ હાલ ચર્ચા એ કરવાની છે કે જો ભારતીય કપલનું સંતાન વિદેશમાં જન્મે તો છૂટાછેડા બાદ તે બાળકની કસ્ટડી કોને મળે છે ?

મોટાભાગે છૂટાછેડા સમયે પૈસાની લેણદેણ સિવાય સૌથી મોટો મુદ્દો સંતાનની કસ્ટડીનો હોય છે. માતાપિતા બંને એવું ઈચ્છે છે કે સંતાનની દેખભાળની જવાબદારી તેમને મળે પરંતુ કોર્ટ આવી મેટરમાં ઘણા વિચાર-વિમર્શ અને બધા પાસાઓ જોઇને કસ્ટડી સોંપતી હોય છે. તેમજ જો કેસ ક્રોસ-બોર્ડર સંબંધોનો હોય તો કેસ વધુ ઉલ્જે છે. 

કયો કાયદો લાગે?

દિલ્લીના સિનીયર એડવોકેટ મનીષ ભદૌરિયાના કહેવા મુજબ સંતાનની કસ્ટડી પેરેન્ટ્સની ઇચ્છાથી નથી મળતી પરંતુ કોર્ટ દ્વારા એવું જોવામાં આવશે કે બાળક કોની સાથે વધુ સુરક્ષિત અને ખુશ રહી શકે છે. જેના માટે ભારતમાં એક કાયદો Guardianship and Wards Act of 1980નો સેક્શન 7  લાગુ થાય છે. કસ્ટડીના કેસ ખુબ લાંબા ચાલતા હોય છે. આવા સમયે કોઈ ચુકાદો ન આવે ત્યાં સુધી કોર્ટ બાળક જેમની પાસે હાલ હોય એમની પાસે જ રહેવા દે છે. પરંતુ એકમાત્ર શરત એટલી છે કે તમની પાસે બાળકના ઉછેર બાબતે સારી સુવિધાઓ હોવી જરૂરી છે. 

કસ્ટડીનો નિર્યણ ક્યાં આધારે લેવામાં આવે છે? 

જો પુત્ર 5 વર્ષ અને પુત્રી 7 વર્ષની ઉંમર ધરાવતી હોય તો મોટેભાગે બાળકની કસ્ટડી માંને મળતી હોય છે. પણ અમુક કિસ્સાઓમાં નિર્યણ અલગ પણ હોય શકે છે. જેમકે આવું ત્યારે થાય છે જયારે પેરેન્ટ્સમાંથી કોઈ એવું સાબિત કરી દે કે કસ્ટડી માંગનાર પેરેન્ટ બાળકની સંભાળ વ્યવસ્થિત રીતે નહી કરી શકે. અથવા તો એક પેરેન્ટની એવી નોકરી છે કે તેને વારંવાર કામ બાબતે બહાર ફરતું રહેવું પડે છે જેથી તે બાળકને પુરતો સમય ન આપી શકે. તેમજ એક કારણ એવું પણ ધ્યાનમાં લેવાય છે કે પેરેન્ટ બાળક સાથે અગાઉ કોઈ ક્રુર વર્તન કર્યું હોય તો તેવી સ્થિતિમાં એ પેરેન્ટને બાળકની કસ્ટડી મળતી નથી. 

બાળકને પણ પૂછવામાં આવે છે તેની ઇચ્છા

મોટેભાગે સીરીયલ કે ફિલ્મોમાં જોવા મળે છે કે બાળકને પણ કસ્ટડી બાબતે તેની ઈચ્છા પૂછવામાં આવે છે, જે વાત સાચી છે. પરતું બાળક સાથે વાતચીત જજની ચેમ્બરમાં કરવામાં આવે છે કોર્ટરૂમમાં નહિ. જેથી બદલ ડરે નહિ અને મન ખોલીને વાત કરી શકે. પણ જો બાળક માતા કે પિતા બંને માંથી કોઈ એક સાથે રહેવાની વાત કરે છે તો પણ કોર્ટ એ વાતને માન્ય રાખશે નહિ પરંતુ બધા જ પાસાઓ વિચારીને કોર્ટ નિર્યણ લેતી હોય છે. 

બાળકની કસ્ટડી મેળવવા માટે જરુરી બાબતો  

માતાપિતા દ્વારા એ કહેવું જરૂરી છે કે તેમની પાસે પૈસા, સમય અને બાળકને નૈતિક રીતે મજબૂત બનાવવાની ક્ષમતા છે. જો માતા-પિતામાંથી કોઈ એક ક્રિમીનલ બેકગ્રાઉન્ડ ધરાવે છે, અથવા તેની માનસિક સ્થિતિ સારી નથી, તો કોર્ટ બીજાની તરફેણમાં નિર્ણય આપે છે. ઘણા કિસ્સમાં દાદા-દાદી પણ કસ્ટડી માટે કેસ પણ કરે છે. તેમને બાળકને મળવાની છૂટ મળે છે. 

ભારતમાં ચાઈલ્ડ કસ્ટડીની મુખ્ય 3 રીતો 

1. ફીઝીકલ કસ્ટડી મુજબ કોઈ પણ પક્ષને બાળકને ઘર અને સુરક્ષા આપવાની જવાબદારી સોંપવામાં આવે છે. જ્યારે બીજા તેને કોઈ નિશ્ચિત સમય પછી મળી શકે છે.

2. જોઈન્ટ કસ્ટડીમાં, બાળક થોડો-થોડો સમય માતા તેમજ પિતા એમ બંને સાથે રહે છે.

3. લીગલ કસ્ટડી એ એક પ્રકારની વિશિષ્ટ ગાર્ડિયનશીપ છે, જેમાં માતાપિતા સિવાય અન્ય કોઈને બાળકની સંભાળ લેવાની જવાબદારી મળે છે.

જો બાળક વિદેશમાં જનમ્યું હોય તો શું થશે? 

જો માતાપિતા ભારતીય હોય અને બંને માંથી કોઈ એકે ભારતની કોર્ટમાં પીટીશન ફાઈલ કરી હોય તો ભારતનો જ કાયદો લાગુ થાય છે. આવી સ્થિતિમાં કોર્ટ નોટીસ મોકલે છે અને સામેની પાર્ટીને ભારત આવીને કોર્ટમાં હાજર રહેવાનું કહેવામાં આવે છે. જેના બાદ બાકીની કસ્ટડીની પ્રક્રિયા સામાન્ય કસ્ટડીના કેસ પ્રમાણે જ થાય છે. 

હેગ કન્વેન્શન આ વિશે શું વાત કરે છે તે જાણો 

જો કે, વિદેશમાં જન્મેલા બાળકની કસ્ટડીના કિસ્સાઓ ક્યારેક ખૂબ જટિલ હોઈ શકે છે. દરેક દેશની જેમ બાળકની કસ્ટડી બાબતે પોતાના નિયમો હોય છે. આવી સ્થિતિમાં જો બાળક પાસે વિદેશી નાગરિકતા હોય તો તે દેશ કેટલીક બાબતો પર અડગ હોઈ શકે છે. આ અવરોધોને ધ્યાનમાં રાખીને, હેગ કન્વેન્શન 1980 બનાવવામાં આવ્યું હતું. આ હેઠળ કેટલાક સામાન્ય કાયદા છે, જે આ બાબતને સરળ બનાવે છે.

જ્યાં સુધી શિખર ધવનના કેસની વાત છે, તો તે સ્પષ્ટ નથી કે તેમણે તેના પુત્રની કસ્ટડી માટે કોર્ટમાં અરજી કરી છે કે નહીં. હાલમાં કોર્ટે તેને ઓસ્ટ્રેલિયા અથવા ભારતમાં તેના બાળકને મળવા અને વીડિયો કોલ પર વાત કરવાની મંજૂરી આપી છે.

શું ડિવોર્સ બાદ શિખર ધવનને મળી શકશે દિકરાની કસ્ટડી ? જાણો શું કહે છે કાયદો 2 - image


Google NewsGoogle News