Get The App

જયલલિતાના મોત માટે શશિકલા દોષિત ઃ તપાસ આયોગ

તમિલનાડુ વિધાનસભામાં આયોગનો રિપોર્ટ રજૂ

કાયદાકીય સલાહ લીધા પછી આ રિપોર્ટ પર કાર્યવાહી શરૃ કરાશે ઃ તમિલનાડુ સરકાર

Updated: Oct 18th, 2022


Google NewsGoogle News


(પીટીઆઇ)     ચેન્નાઇ, તા. ૧૮જયલલિતાના મોત માટે શશિકલા દોષિત ઃ તપાસ આયોગ 1 - image

તમિલનાડુના પૂર્વ મુખ્યપ્રધાન જે જયલલિતાની ૨૦૧૬માં થયેલ મોત માટે જવાબદાર સ્થિતિની તપાસ કરી રહેલા એક આયોગે સ્વર્ગસ્થ નેતાના ખૂબ જ નજીકના શશીકલાને દોષિત ઠેરવ્યા છે.

આ દરમિયાન તમિલનાડુ સરકારે જણાવ્યું છે કે તે કાયદાકીય સલાહ લીધા પછી આ રિપોર્ટ પર કાર્યવાહી શરૃ કરશે. જસ્ટિસ એ મુરુગાસ્વામી તપાસ આયોગનો રિપોર્ટ આજે તમિલનાડુ વિધાનસભામાં રજૂ કરવામાં આવ્યો હતો.

આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે અનેક પાસાઓ પર વિચાર કર્યા પછી શશિકલાને દોષિત ઠેરવવામાં આવ્યા છે અને તપાસની ભલામણ કરવામાં આવી છે.

તપાસ પંચના રિપોર્ટમાં શશીકલાના સંબધી ડોક્ટર કે એસ શિવકુમાર, તત્કાલીન આરોગ્ય સચિવ જે રાધાકૃષ્ણન, પૂર્વ આરોગ્ય પ્રધાન સી વિજય ભાસ્કરને પણ દોષિત ઠેરવવામાં આવ્યા છે.

આયોગે તત્કાલીન મુખ્ય સચિવ આર મોહન રાવ અને બે ડોકટરોની વિરુદ્ધ પણ તપાસની ભલામણ કરી છે. જો કે હજુ સુધી એ સ્પષ્ટ થયું નથી કે આયોગે તેમને દોષિત

ઠેરવ્યા છે કે નહીં.

 

 


Google NewsGoogle News