PHOTOS: શશી થરૂરના ખોળામાં બેસીને વાનરને મોજ પડી ગઈ! કેળું ખાઈને ઊંઘી પણ ગયો
Shashi Tharoor : કોંગ્રેસના સાંસદ શશી થરૂર અવારનવાર સોશિયલ મીડિયા પર તેમણે કરેલી પોસ્ટને લઈને ચર્ચામાં રહેતા હોય છે. એવું જ કંઇક તેમણે હાલમાં કરેલી એક પોસ્ટમાં જોવા મળ્યું હતું. આ વખતે તેઓ પોતાના બગીચામાં એક વાનરની સાથે મજા માણતા જોઈ શકાય છે. બુધવારે X પર થરૂરે પોસ્ટ શેર કરીને વાનર સાથેના પોતાના આ અનુભવને 'અસામાન્ય' ગણાવ્યો હતો.
થરૂરની વાનર સાથે અવિસ્મરણીય ક્ષણથરૂરે પોસ્ટમાં લખ્યું કે, 'હું વહેલી સવારે મારા બગીચામાં અખબાર વાંચી રહ્યો હતો, ત્યારે અચાનક એક વાનર મારી પાસે આવી ગયો હતો. હું કંઈ સમજુ તે પહેલા જ વાનર આરામથી મારા ખોળામાં બેસી ગયો. આ ક્ષણને મેં શાંતિથી સંભાળી લીધી હતી. જો કે મને ડર હતો કે વાનર કયાંક મને બટકું ન ભરી લે કારણ કે, મને રેબિશનો ડર હતો.’
જો કે, ત્યારબાદ થરૂરે વાનરને કેળા આપ્યા અને વાનરે પણ થરૂરુના ખોળામાં બેસીને કેળાની મજા માણી અને પછી શાંતિથી તેમની છાતી પર માથું મૂકીને સૂઈ ગયો. થરૂરે આ અનુભવને યાદગાર ગણાવ્યો હતો. જો કે, થોડી વાર પછી વાનર ટૂંકી નિદ્રા લઈને કૂદકો મારી ત્યાંથી ચાલ્યો ગયો હતો. આ ઘટના પર થરૂરે લખ્યું કે, 'મારી આ મુલાકાત સંપૂર્ણપણે શાંતિપૂર્ણ અને સૌમ્ય રહી હતી.'
સોશિયલ મીડિયા પર વાઈરલ થઇ પોસ્ટ
સોશિયલ મીડિયા પર થરૂરની આ પોસ્ટ ઝડપથી વાઈરલ થઈ રહી છે. આ તસવીરો જોયા બાદ યુઝર્સ અનેક પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. કેટલાકે યુઝર્સે આ તસ્વીરોને હૃદયસ્પર્શી ક્ષણ ગણાવી હતી. જ્યારે અન્ય લોકોએ વાનરની નિર્દોષતાની પ્રશંસા કરી હતી.