Get The App

મારી સાથે ભાજપના દિગ્ગજ નેતા પણ હતા: સોરોસ સાથે મુલાકાતના આરોપ પર થરૂરનો જવાબ

Updated: Dec 10th, 2024


Google NewsGoogle News
મારી સાથે ભાજપના દિગ્ગજ નેતા પણ હતા: સોરોસ સાથે મુલાકાતના આરોપ પર થરૂરનો જવાબ 1 - image


Tharoor responds to allegations of meeting with Soros: અમેરિકન ઉદ્યોગપતિ જ્યોર્જ સોરોસ અને કોંગ્રેસના સંબંધો અંગે ભાજપે ફરી એક વખત મોરચો ખોલી દીધો છે. સોરોસ મુદ્દે સંસદમાં હોબાળો ચાલુ છે. સંસદની અંદર અને બહાર પ્રદર્શન ચાલી રહ્યું છે. મંગળવારે વિપક્ષી સાંસદોએ સંસદ પરિસરમાં કાળા બેગ સાથે પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન જોરથી સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. સંસદમાં હોબાળા વચ્ચે લોકસભા અને રાજ્યસભા આવતીકાલ સુધી સ્થગિત કરી દેવામાં આવી છે.

ઓમ બિરલાએ વિપક્ષી સાંસદોને આપી સલાહ

મંગળવારે વિપક્ષી સાંસદો જ્યારે હોબાળો મચાવી રહ્યા હતા ત્યારે લોકસભા સ્પીકર ઓમ બિરલાએ તેમને સલાહ આપી દીધી હતી. લોકસભા સ્પીકરે કહ્યું કે, વિપક્ષના સીનિયર સાંસદોનું વર્તન સંસદીય પરંપરા અનુસાર નથી.

સોરોસ સાથે મુલાકાતના આરોપ પર થરૂરનો જવાબ 

સંસદના શિયાળુ સત્રમાં જ્યોર્જ સોરોસના મુદ્દે હોબાળો મચ્યો છે. જ્યોર્જ સોરોસને લઈને ભાજપે કોંગ્રેસ પર અનેક ગંભીર આરોપો લગાવ્યા છે. જેના પર હવે કોંગ્રેસના સાંસદ શશિ થરૂરે સ્પષ્ટતા આપી છે. થરૂરે કહ્યું કે, રાજનીતિમાં આવ્યા બાદ હું માત્ર એક જ વાર સોરોસને મળ્યો હતો. આ દરમિયાન મારી સાથે ભાજપના દિગ્ગજ નેતા હરદીપ સિંહ પુરી પણ હતા.

ભાજપ સદન ચલાવવા ઈચ્છુક નથી: શશિ થરૂર

આ સાથે જ કોંગ્રેસ સાંસદ શશિ થરૂરે સદનની બહાર મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, ભાજપને ગૃહ ચલાવવાની કોઈ ઈચ્છા નથી. અધ્યક્ષ તેમની વાત માની રહ્યા છે. આ ચોંકાવનારી વાત છે કે, સત્તારુઢ પાર્ટી ગૃહમાં અવરોધ ઊભો કરી રહી છે. 


હોબાળાના કારણે ગૃહનું કામ ઠપ

એક તરફ શશિ થરૂર કહી રહ્યા છે કે, સરકાર ગૃહને કામ કરવા દેવા નથી માગતી. બીજી તરફ ભાજપનું કહેવું છે કે, વિપક્ષના હોબાળાને કારણે સંસદનું કામકાજ ઠપ થઈ ગયું છે. ગૃહમાં ચાલી રહેલા હોબાળા પર ભાજપના સાંસદ રાજીવ પ્રતાપ રૂડીએ કહ્યું કે વિપક્ષનો નારો છે, 'શોર મચાઓ...સદન ચલાઓ'.

આ પણ વાંચો: સોનિયા ગાંધીની જ્યોર્જ સોરોસ ફાઉન્ડેનશન સાથે સાંઠગાંઠ : ભાજપ

જ્યોર્જ સોરોસને લઈને પબ્લિક ડોમેનમાં એક રિપોર્ટ: ભાજપ

કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ કોંગ્રેસ પર અમેરિકન ઉદ્યોગપતિ જ્યોર્જ સોરોસ સાથે સંબંધોનો આરોપ લગાવતા પલટવાર કર્યો છે. કિરેન રિજિજુએ કહ્યું કે, 'જ્યોર્જ સોરોસ અને કોંગ્રેસ નેતૃત્વ વચ્ચેનો આ સબંધ ભાજપ દ્વારા લગાવવામાં આવેલો આરોપ નથી. આ પબ્લિક ડોમેનમાં એક રિપોર્ટ છે. દરેક વ્યક્તિ તેના વિશે જાણે છે. રાહુલ ગાંધીનું આચરણ અને તેમની તમામ પ્રવૃત્તિઓ લોકો સારી રીતે જાણે છે.'


Google NewsGoogle News