Get The App

'મારા પિતા માટે શોક સભા પણ ન રાખી...', કોંગ્રેસના ટોચના નેતૃત્વ પર ભડકી પ્રણવ મુખરજીની દીકરી

Updated: Dec 28th, 2024


Google NewsGoogle News
'મારા પિતા માટે શોક સભા પણ ન રાખી...', કોંગ્રેસના ટોચના નેતૃત્વ પર ભડકી પ્રણવ મુખરજીની દીકરી 1 - image


Pranab Mukherjee Daughter Sharmistha Mukherjee: પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીની પુત્રી શર્મિષ્ઠા મુખરજીએ દિલ્હીમાં પૂર્વ વડાપ્રધાન ડૉ.મનમોહન સિંહ માટે અલગ સ્મારક બનાવવાના કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના પ્રસ્તાવની ટીકા કરી છે. નોંધનીય છે કે, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને ડૉ.મનમોહન સિંહના સ્મારક માટે દિલ્હીમાં જમીન ફાળવવાની માંગણી કરી છે. કોંગ્રેસનું કહેવું છે કે, 'ડૉ.મનમોહન સિંહનું સ્મારક એ જ જગ્યાએ બનાવવું જોઈએ જ્યાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.'

કોંગ્રેસ પર ગેરમાર્ગે દોરવાનો આરોપ લગાવ્યો

ડૉ. મનમોહન સિંહનું 26મી ડિસેમ્બરની રાત્રે દિલ્હીમાં ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ (AIIMS) ખાતે અવસાન થયું હતું. આ દરમિયાન પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીની પુત્રી શર્મિષ્ઠા મુખરજીએ એક નિવેદનમાં દાવો કર્યો હતો. તેમણે કોંગ્રેસ નેતૃત્વ પર આ મુદ્દે તેમને ગેરમાર્ગે દોરવાનો આરોપ પણ લગાવ્યો હતો.

પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીની પુત્રી શર્મિષ્ઠા મુખરજીએ દિલ્હીમાં પૂર્વ વડાપ્રધાન ડૉ.મનમોહન સિંહ માટે અલગ સ્મારક બનાવવાના કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના પ્રસ્તાવની ટીકા કરી છે. નોંધનીય છે કે, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને ડૉ.મનમોહન સિંહના સ્મારક માટે દિલ્હીમાં જમીન ફાળવવાની માંગણી કરી છે. કોંગ્રેસનું કહેવું છે કે, 'ડૉ.મનમોહન સિંહનું સ્મારક એ જ જગ્યાએ બનાવવું જોઈએ જ્યાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.'

શર્મિષ્ઠા મુખરજીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર પોસ્ટ કરીને લખ્યું કે, 'ભારતીય રાષ્ટ્રપતિઓના નિધન પર પાર્ટીની કાર્યકારી સમિતિ દ્વારા શોકસભા બોલાવવાની કોઈ પરંપરા નથી. મારા પિતાની ડાયરીઓ પરથી જાણવા મળ્યું છે કે પૂર્વ રાષ્ટ્રપતિ કે.આર. નારાયણનના નિધન પર CWCની બેઠક બોલાવવામાં આવી હતી અને શોક સંદેશ પ્રણવ મુખરજી સિવાય અન્ય કોઈએ તૈયાર કર્યો હતો.'

આ પણ વાંચો: પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું મેમોરિયલ બનાવશે મોદી સરકાર, કોંગ્રેસની નારાજગી થઇ દૂર!


ઉલ્લેખનીય છે કે પૂર્વ વડાપ્રધાન ડૉ.મનમોહન સિંહના નિધન પર કોંગ્રેસ કાર્યકારી સમિતિએ શનિવારે એક શોક પ્રસ્તાવ પસાર કર્યો હતો અને દેશના વિકાસમાં તેમના મહત્વપૂર્ણ યોગદાનને યાદ કર્યા હતા.

કોંગ્રેસ મુખ્યાલયથી સવારે 9.30 કલાકે અંતિમયાત્રા નીકળશે

ડૉ. મનમોહન સિંહના પાર્થિવ દેહને  નિવાસસ્થાનથી સવારે 8 વાગે કોંગ્રેસ મુખ્યાલય લાવવામાં આવશે. પાર્ટીના નેતાઓ, કાર્યકરો અને ચાહકો તેમના અંતિમ દર્શન કરી શકે તે માટે તેમના પાર્થિવ દેહને પાર્ટી હેડક્વાર્ટરમાં લગભગ દોઢ કલાક સુધી રાખવામાં આવશે. પૂર્વ વડાપ્રધાનની અંતિમયાત્રા લગભગ 9.30 વાગ્યે કાઢવામાં આવશે.

'મારા પિતા માટે શોક સભા પણ ન રાખી...', કોંગ્રેસના ટોચના નેતૃત્વ પર ભડકી પ્રણવ મુખરજીની દીકરી 2 - image


Google NewsGoogle News