ભારતીય શેરબજારમાં પણ ઈઝરાયલ-પેલેસ્ટાઈન યુદ્ધની 'ઈફેક્ટ', સેન્સેક્સ-નિફ્ટીમાં બોલાયો કડાકો

સેન્સેક્સ (Sensax) 470 પોઈન્ટના કડાક સાથે ઓપન થયો

નિફ્ટી (Nifty) પણ 170 પોઈન્ટ ગગડીને 19,485 પોઈન્ટથી પણ નીચે આવી

Updated: Oct 9th, 2023


Google NewsGoogle News
ભારતીય શેરબજારમાં પણ ઈઝરાયલ-પેલેસ્ટાઈન યુદ્ધની 'ઈફેક્ટ', સેન્સેક્સ-નિફ્ટીમાં બોલાયો કડાકો 1 - image

Share Market Opening on 9 October: પશ્ચિમ એશિયામાં ઈઝરાયલ અને પેલેસ્ટાઈનમાં ગાઝાપટ્ટીમાં સક્રિય આતંકી સંગઠન હમાસ (Israel Hamas war iffect on Indian Share Market) વચ્ચે શરૂ થયેલી અથડામણ અને યુદ્ધની અસર હવે ભારતીય શેરબજારમાં પણ જોવા મળી રહી છે. આ યુદ્ધની શરૂઆત બાદ આજે પહેલીવાર ભારતીય શેરબજાર ઓપન થયું હતું અને તેની સાથે જ શરૂઆતમાં કડાકો બોલાઈ ગયો. 

કેટલો તૂટ્યો સેન્સેક્સ? 

સેન્સેક્સ (Sensax) 470 પોઈન્ટના કડાક સાથે ઓપન થયો હતો. સવારે 9:20 વાગ્યાની આજુબાજુમાં સેન્સેક્સમાં 500 પોઈન્ટનો કડાકો થઈ ગયો હતો અને તે ગગડીને 65,500 પોઈન્ટ પર ટ્રેડ થઇ રહ્યો હતો. જોકે નિફ્ટી (Nifty) પણ 170 પોઈન્ટ ગગડીને 19,485 પોઈન્ટથી પણ નીચે આવી ગઇ હતી. 

પહેલાથી સંકેત મળી ગયા હતા 

પ્રીઓપન સેશનમાં બજારમાં ભારે ઘટાડાના સંકેત મળી રહ્યા હતા. પ્રી ઓપન સેશનમાં સેન્સેક્સ 600 પોઈન્ટ ગગડી ચૂક્યું હતું. જોકે નિફ્ટી પણ 1 ટકાના નુકસાનમાં હતી. 



Google NewsGoogle News