‘સંતાનો માતા-પિતાને હોસ્પિટલમાં છોડી જાય તો સંપત્તિ ન આપવી જોઈએ’ મંત્રીનું મોટું નિવેદન
Parent Property : વર્તમાન સમયના ઘોર કળિયુગની વાત કરીએ તો, કેટલાક પુત્ર-પુત્રી માતા-પિતાને બોજ સમજીને સંપત્તિ ટ્રાન્સફર કરાવી લેતા હોય છે અને પછી તેઓને તરછોડી દે છે. ઘણી વખત એવા પણ અહેવાલો સામે આવ્યા હોય છે કે, બાળકો સંપત્તિ પોતાના નામે કરાવીને માતા કે પિતાને ઘરઘરમાં છોડી આવે છે, ત્યારે આવી જ બાબતને લઈને કર્ણાટકના મંત્રી શરણ પ્રકાશ પાટિલે મહત્ત્વનનું નિવેદન આપ્યું છે.
‘...તો સંપત્તિનું હસ્તાંતરણ અથવા વસીયત રદ કરી દેવી જોઈએ’
મંત્રી પાટિલે આજે (16 માર્ચ) કહ્યું કે, ‘જો બાળકોએ વૃદ્ધ માતા-પિતાને હોસ્પિટલમાં છોડી દીધા છે, તો તેમની સંપત્તિનું હસ્તાંતરણ અથવા વસીયત રદ કરી દેવી જોઈએ. જ્યારે વૃદ્ધ માતા-પિતા પોતાની સંપત્તિ બાળકોના નામે કરી નાખે છે, પછી જ આવી સમસ્યા ઉભી થાય છે અને તેમને હોસ્પિટલમાં છોડીને જતા રહે છે.
‘બાળકો માતા-પિતાને સરકારી હોસ્પિટલમાં છોડીને જતા રહે છે’
અધિકારીઓના જણાવ્યા મુજબ એક ગંભીર અને અમાનવીય ઘટના સામે આવી છે, જેમાં બાળકો પોતાના વૃદ્ધ માતા-પિતાને સરકારી મેડિકલ કૉલેજ હોસ્પિટલમાં છોડીને જતા રહે છે. આવુ હંમેશા ત્યારે જ થાય છે, જ્યારે વૃદ્ધ પોતાની સંપત્તિ બાળકોના નામે કરી દે છે.
150થી વઘુ ઘટના બની
મંત્રી કાર્યાલયના નિવેદન મુજબ, ‘બેલગાવી ઈન્સ્ટીટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ (BIMS)માં 150થી વધુ વૃદ્ધોને છોડી દેવાનો મામલો સામે આવ્યો છે. જ્યારે રાજ્યના અન્ય મેડિકલ સંસ્થાઓમાં 100થી વધુ આવા મામલા સામે આવ્યા છે.
મંત્રીએ ચિંતા વ્યક્ત કરી
તબીબી શિક્ષણ અને કૌશલ્ય વિકાસ મંત્રી શરણ પ્રકાશ પાટિલની ઉપસ્થિતિમાં સમીક્ષા બેઠક યોજાઈ હતી, જેમાં બીઆઈએમએસના નિદેશકે આ મુદ્દો ઉઠાવ્યો હતો. ત્યારબાદ મંત્રીએ ચિંતા વ્યક્ત કરીને કહ્યું કે, આવી બાબતોને ગંભીરતાથી લેવી જોઈએ.
વસીયત રદ કરી દેવી જોઈએ
તેમણે તબીબી શિક્ષણ નિયામક ડૉ.બી.એલ.સુજાતા રાઠોડને નિર્દેશ આપ્યો કે, તેઓ તમામ હોસ્પિટલો અને મેડિકલ સંસ્થાઓના વડાઓ આ મુદ્દે માહિતી આપે અને બાળકો વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે મદદનીશ કમિશનરો (મહેસૂલ પેટા વિભાગ)માં ફરિયાદ નોંધાવે. તેમણે કહ્યું કે, જે વૃદ્ધો માતા-પિતાએ પોતાની સંપત્તિ અથવા વસીયત પોતાના બાળકોના નામે કરી દીધી છે અને પછી તેમને હોસ્પિટલમાં છોડી દીધા છે, તેવા બાળકોની સંપત્તિ અથવા વસીયત રદ કરવી જોઈએ.
આ પણ વાંચો : બજરંગ દળનું અલ્ટીમેટમ, કહ્યું- ‘સરકાર મદદ નહીં કરે તો અમે ઔરંગઝેબની કબર હટાવી દઈશું ’