શરદ પવારે રામ મંદિરને લઈને અમિત શાહ પર સાધ્યું નિશાન
- પવારે ભાજપની કેન્દ્ર સરકાર અને ગૃહમંત્રી પર આકરા પ્રહારો કર્યા
- વાસ્તવિક મુદ્દાઓથી ધ્યાન હટાવવા માટે ભાષણબાજી કરાઈ રહી છે: શરદ પવાર
નવી દિલ્હી,તા.9 જાન્યુઆરી 2023,સોમવાર
શરદ પવારે ભાજપની કેન્દ્ર સરકાર અને ગૃહમંત્રી અમિત શાહ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે આયોધ્યામાં રામ મંદિરની પૂર્ણાહુતિની તારીખને લઈને ગૃહમંત્રી અમિત શાહના નિવેદન અંગે તેમણે દાવો કર્યો કે વાસ્તવિક મુદ્દાઓ પરથી ધ્યાન હટાવવા માટે ભાષણબાજી કરવામાં આવી રહી છે.
પવારે આ વાતને લઈને આશ્ચર્ય વ્યક્ત કર્યું કે શું મંદિરનો મુદ્દો કેન્દ્રીય ગૃહ પ્રધાન સાથે સંબંધિત છે. તેમણે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીની આગેવાની હેઠળની "ભારત જોડો યાત્રા"ની પણ પ્રશંસા કરી અને કહ્યું કે આ મુલાકાત વિરોધ પક્ષો વચ્ચે સર્વસંમતિ બનાવવામાં મદદ કરશે.
એનસીપીના પ્રમુખ શરદ પવારે જણાવ્યું કે, “મને ખાતરી નથી કે આ મુદ્દો કેન્દ્રીય ગૃહ પ્રધાન સાથે સંબંધિત છે. જો રામમંદિરના પૂજારી એ આવું કહ્યું હોત તો સારું થાત, પરંતુ જો અમિત શાહ પુજારીની જવાબદારી લેતા તો તેમાં કોઈ વાંધો નથી...રામમંદિર જેવા મુદ્દાઓ વાસ્તવિક મુદ્દાઓથી ધ્યાન ભટકાવવા માટે ઉઠાવવામાં આવી રહ્યા છે.