શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરેની વાતચીતનો વીડિયો વાયરલ, ભાજપના દાવાથી સોશિયલ મીડિયા પર ચર્ચા
Lok Sabha Elections 2024 | શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરેને દર્શાવતો એક વીડિયો તાજેતરમાં સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયો શેર કરતાં મહારાષ્ટ્ર ભાજપના પ્રવક્તાએ દાવો કર્યો હતો કે શરદ પવારે ઉદ્ધવ ઠાકરેને રૂમથી બહાર નીકળી જવા કહે છે. તેની સામે ઉદ્ધવ ઠાકરે પણ હાથ જોડીને પ્રતિક્રિયા આપતાં દેખાય છે અને કહે છે કે ઠીક છે હું બહાર છું. ભાજપના દાવા બાદ સોશિયલ મીડિયા પર ચર્ચા શરૂ થઇ ગઇ છે.
વીડિયો જોતાં શું લાગે છે?
ઉલ્લેખનીય છે કે બોડી લેગ્વેજથી બંને નેતાઓ વચ્ચેની વાતચીત સામાન્ય અને સહજ જણાઈ રહી છે. આ વીડિયો નાનો છે. ભાજપે 12 સેકન્ડના વીડિયોમાં બંને નેતાઓના સંબંધો વિશે દાવો કરતાં સવાલો ઊભા કર્યા હતા. ભગવા કેમ્પે દાવો કર્યો હતો કે બંને નેતાઓ અને પક્ષો વચ્ચે બધું ઠીક નથી.
મહારાષ્ટ્ર ભાજપના પ્રવક્તાએ શું કહ્યું?
મહારાષ્ટ્ર ભાજપના પ્રવક્તા જિતેન ગજારિયા કહે છે કે શરદ પવારે વિનમ્રતાપૂર્વક ઉદ્ધવ ઠાકરેને બહાર નીકળી જવા કહ્યું હતું કેમ કે તે વ્યસ્ત હતા. જ્યારે આ જ વીડિયો શેર કરતાં એક યૂઝર્સે કેપ્શનમાં લખ્યું કે શરદ પવાર દ્વારા ઉદ્ધવ ઠાકરે સાથે આવું વર્તન કરવામાં આવી રહ્યું છે. જોકે વીડિયોને ધ્યાનથી જોવા સમજાયછે કે શરદ પવારે ઉદ્ધવ ઠાકરેને બસ થોડાક જ સમય માટે એક વિશેષ જગ્યાએ રાહ જોવા કહ્યું હતું જેનો ઉદ્ધવે સરળતાપૂર્વક જવાબ આપ્યો હતો કે હું આસપાસ જ છું.