'ચૂંટણી આવે છે એટલે મારી ઈન્ફર્મેશન કાઢવા માટે...' Z+ સિક્યોરિટી અંગે શરદ પવારનો કેન્દ્રને ટોણો
Image: Facebook
Maharashtra Assembly Election: નેશનલિસ્ટ કોંગ્રેસ પાર્ટી પ્રમુખ શરદ પવારે ગુરુવારે કેન્દ્ર પર જાસૂસી કરવાનો આરોપ લગાવ્યો. તેમણે કહ્યું, શક્ય છે કે મારી ઈન્ફર્મેશન કાઢવા માટે મારી સિક્યોરિટી વધારવામાં આવી છે. મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી આવવાની છે. કદાચ તેમને કોઈ જરૂરી જાણકારી જોઈએ. તેથી આ વ્યવસ્થા કરવામાં આવી હશે.
પવારે કહ્યું, ગૃહ મંત્રાલયના એક અધિકારીએ મને જણાવ્યું કે ત્રણ લોકોને ઝેડ પ્લસ સુરક્ષા આપવામાં આવશે. હુ તેમાંથી એક છુ. મે પૂછ્યું કે અન્ય 2 કોણ છે. મને જણાવવામાં આવ્યું કે RSS પ્રમુખ મોહન ભાગવત અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ છે. કેન્દ્ર સરકારે 21 ઓગસ્ટે મહારાષ્ટ્રમાં મરાઠા અનામત વિરોધી પ્રદર્શનોને જોતાં શરદ પવારને Z+ સિક્યોરિટી આપી હતી. 10 વધુ CRPF જવાન પવારની સુરક્ષામાં તૈનાત કરવામાં આવ્યા છે. અમુક દિવસો પહેલા રાજ્યમાં અનામત વિરોધી પ્રદર્શનોને લઈને ગુપ્ત એજન્સીઓએ તેમની સુરક્ષાને લઈને એલર્ટ જાહેર કર્યું હતું.
Z+ સિક્યોરિટી કોને આપવામાં આવે છે?
દેશના સન્માનિત લોકો અને નેતાઓને જીવનું જોખમ હોવાથી તેમને Z+ સિક્યોરિટી આપવામાં આવે છે. આ સુરક્ષા મિનિસ્ટર્સને મળનારી સિક્યોરિટીથી અલગ હોય છે. પહેલા સરકારને આ માટે એપ્લિકેશન આપવી પડે છે, જે બાદ સરકાર ગુપ્ત એજન્સી દ્વારા જોખમનો અંદાજ લગાવે છે. જોખમની વાત કન્ફર્મ થયા બાદ સુરક્ષા આપવામાં આવે છે. હોમ સેક્રેટરી, ડાયરેક્ટર જનરલ અને ચીફ સેક્રેટરીની કમિટી એ નક્કી કરે છે કે સંબંધિત લોકોને કઈ કેટેગરીમાં સિક્યોરિટી આપવામાં આવે.
Z+ સિક્યોરિટી કોણ આપે છે?
પોલીસની સાથે-સાથે ઘણી એજન્સી VIP અને VVIP ને સિક્યોરિટી કવર આપી રહી છે. તેમાં સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપ એટલે કે SPG, NSG, ITBP અને CRPF સામેલ છે. જોકે, ખાસ લોકોની સુરક્ષાની જવાબદારી NSGના ખભે હોય છે, પરંતુ જે રીતે Z+ સિક્યોરિટી લેનારની સંખ્યા વધી છે, તેને જોતાં CISFને પણ આ કાર્ય સોંપવામાં આવી રહ્યું છે.
મહારાષ્ટ્રમાં મરાઠા અનામતની માગને લઈને આંદોલન જારી
મરાઠા અનામતને લઈને આંદોલનની અધ્યક્ષતાવાળા મનોજ જરાંગે પાટિલે ગયા વર્ષે જુલાઈમાં જાલનાના અંતરવાલી સરાતીમાં ધરણા કર્યા હતા. તે બાદ મહારાષ્ટ્ર CM એકનાથ શિંદેની અધ્યક્ષતામાં 1 નવેમ્બર 2023એ સર્વદળીય બેઠકમાં તમામ દળોએ સહમતિ વ્યક્ત કરી કે મરાઠા સમુદાયને અનામત મળવી જોઈએ. આ બેઠકમાં શરદ પવાર સહિત 32 પાર્ટીઓના નેતા સામેલ થયા હતાં. બેઠક બાદ સીએમ શિંદેએ કહ્યું હતું. એ નિર્ણય લેવામાં આવ્યો છે કે અનામત કાયદાના દાયરામાં અને અન્ય સમુદાયની સાથે અન્યાય કર્યા વિના હોવી જોઈએ. અનામત માટે ધરણા પર બેસેલા મનોજ જરાંગેને અપીલ છે કે તે ધરણા પૂર્ણ કરે. હિંસા યોગ્ય નથી.