મંદિરની રાજનીતિ કરનારાને અયોધ્યાના લોકોએ પાઠ ભણાવ્યો, હું તો ડરી ગયો હતો..: શરદ પવાર

Updated: Jun 12th, 2024


Google NewsGoogle News
મંદિરની રાજનીતિ કરનારાને અયોધ્યાના લોકોએ પાઠ ભણાવ્યો, હું તો ડરી ગયો હતો..: શરદ પવાર 1 - image


Image Source: Twitter

Lok Sabha Elections 2024: ઉત્તર પ્રદેશની ફૈઝાબાદ લોકસભા બેઠક પરથી ભાજપની હાર હજુ પણ ચર્ચામાં છે. તેનું કારણ એ છે કે, આ લોકસભા બેઠક હેઠળ અયોધ્યા પણ આવે છે જ્યાં રામ મંદિર બન્યું છે. રામ મંદિરનો ઉલ્લેખ ભાજપના નેતા સતત પોતાના ભાષણમાં કરી રહ્યા હતા અને તેની ચર્ચા હતી. આવી સ્થિતિમાં અયોધ્યાની હારે ભાજપ સહિત તમામને ચોંકાવી દીધા છે. હવે NCPના નેતા શરદ પવારે પણ તેના પર ટિપ્પણી કરી છે અને પરિણામને અયોધ્યાના મતદારોની સમજદારી ગણાવી છે. અયોધ્યાના લોકોએ ભાજપના ઉમેદવારને હરાવીને બતાવી દીધું કે, 'મંદિરની રાજનીતિ'ને કેવી રીતે ઠીક કરી શકાય.

આપણા દેશના લોકો ઘણા સમજદાર છે

પવારે બારામતીમાં એક બેઠકમાં કહ્યું કે, ભાજપે પાંચ વર્ષ પહેલા 300થી વધુ બેઠકો હાંસલ કરી હતી પરંતુ આ વખતે તેની બેઠકની સંખ્યા ઘટીને 240 રહી ગઈ છે જે બહુમતથી ઘણી ઓછી છે. મને લાગી રહ્યું હતું કે, રામ મંદિર ચૂંટણી એજન્ડા હશે અને સત્તારુઢ પાર્ટીને મત મળશે પરંતુ આપણા દેશના લોકો ઘણા સમજદાર છે. જ્યારે લોકોને અનુભવ થયો કે, મંદિરના નામ પર વોટ માંગવામાં આવી રહ્યા છે તો તેમણે અલગ રાહ અપનાવાનો નિર્ણય કર્યો અને ભાજપે હારનો સામનો કરવો પડ્યો. 

મંદિરની રાજનીતિ કરનારાઓને અયોધ્યાના લોકોએ પાઠ ભણાવ્યો

ફૈઝાબાદ સંસદીય ક્ષેત્રમાં એક મોટા અપસેટમાં સમાજવાદી પાર્ટીના ઉમેદવાર અવધેશ પ્રસાદે ભાજપ સાંસદ રહેલા લલ્લુ સિંહને 54, 567 મતોના માર્જિનથી હરાવ્યા હતા. પૂર્વ કેન્દ્રીય મંત્રી પવારે કહ્યું કે, અમે મત માગવા માટે મંદિરનાનો ચૂંટણી એજન્ડાના રૂપમાં ઉપયોગ કરવાથી ડરી રહ્યા હતા પરંતુ અયોધ્યાના લોકોએ તેમને બતાવી દીધું કે, 'મંદિરની રાજનીતિ'ને કેવી રીતે ઠીક કરી શકાય. હું આશા વ્યક્ત કરું છું કે, નરેન્દ્ર મોદીનો ત્રીજો કાર્યકાળ સ્થિર રહેશે અને તેમની સરકાર પૂરા પાંચ વર્ષ ચાલશે. 

રાજનીતિમાં મતભેદ હોય છે

પવારે કહ્યું કે, મેં ચૂંટણી પ્રચાર દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવેલી મારી ટીકાને મહત્વ નથી આપ્યું અને મારું ધ્યાન યોગ્ય મદદ સાથે ક્ષેત્રમાં વ્યાપાર અને અર્થવ્યવસ્થાને પ્રોત્સાહન આપવા પર રહેશે. રાજનીતિમાં મતભેદ હોય છે પરંતુ અર્થવ્યવસ્થા ઠોસ હોવી જોઈએ. એક મજબૂત અર્થવ્યવસ્થા વ્યાપાર અને વ્યવસાયને પ્રોત્સાહન આપે છે અને આજે અમે બધા એ જ આશા કરીએ છીએ. મને આશા છે કે, સરકાર સ્થિર રહેશે અને તેઓ દેશની અર્થવ્યવસ્થાને મજબૂત કરવા માટે યોગ્ય પગલા ભરશે. 



Google NewsGoogle News