Get The App

શરદ પવાર રાજકારણમાંથી નિવૃત્તિ લેશે ? મહારાષ્ટ્રના ચૂંટણીના પરિણામો બાદ પ્રથમવાર આપી પ્રતિક્રિયા

Updated: Nov 24th, 2024


Google NewsGoogle News
શરદ પવાર રાજકારણમાંથી નિવૃત્તિ લેશે ? મહારાષ્ટ્રના ચૂંટણીના પરિણામો બાદ પ્રથમવાર આપી પ્રતિક્રિયા 1 - image


Maharashtra Assembly Election Results 2024 : મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં મહા વિકાસ અઘાડી (MVA)ની શરનજનક હાર થઈ છે, જ્યારે સત્તાધારી મહાયુતિએ 236 બેઠકો જીતી લીધી છે. ચૂંટણીમાં એમવીએના સાથી શરદ પવારની પાર્ટી NCPSPએ નિરાશાજનક પ્રદર્શન કર્યું છે. બીજીતરફ પાર્ટીના પ્રમુખ શરદ પવારની ઉંમરને ધ્યાને રાખી એવી અટકળો વહેતી થઈ હતી કે, મહારાષ્ટ્રના પરિણામો સામે આવ્યા બાદ પવાર રાજકારણમાંથી નિવૃત્તિ લઈ લેશે. જોકે હવે આ મુદ્દે તેમણે પોતે જવાબ આપ્યો છે.

મારી નિવૃત્તિ અંગે બીજા લોકો કેમ બોલી રહ્યા છે : શરદ પવાર

મહારાષ્ટ્રના કરાડમાં શરદ પવારે (Sharad Pawar) કહ્યું કે, ‘મારે નિવૃત્ત થવું જોઈએ કે નહીં, તે હું અને મારા સાથી મિત્રો નક્કી કરશે. બહારના લોકો કેમ બોલી રહ્યા છે?’ તેમણે એમ પણ કહ્યું કે, ‘મહિલાઓને લાડલી બહન યોજના હેઠળ કેટલીક રકમ આપવામાં આવી છે. અમે અભિયાન ચલાવ્યું કે, જો અમે સત્તામાં ન રહીએ તો આ પૈસા બંધ થઈ જશે, કદાચ આ જ કારણે મહિલાઓએ મહાયુતિને મત આપ્યા છે.’ NCPSPના પ્રમુખે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પરિણામો અંગે પ્રતિક્રિયા આપી છે કે, ‘ધાર્યા પ્રમાણે પરિણામો આવ્યા નથી. અમે કારણોનો અભ્યાસ કરીને લોકો પાસે જઈશું.’

આ પણ વાંચો : મહારાષ્ટ્રમાં પરાજય બાદ સંજય રાઉતના પૂર્વ CJI ચંદ્રચૂડ પર ગંભીર આક્ષેપ, કહ્યું- ઈતિહાસ તેમને માફ નહીં કરે

મહાયુતિની ભવ્ય જીત, મહા વિકાસ અઘાડીની શરમજનક હાર

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં મહાયુતિ ગઠબંધના સાથી પક્ષો ભાજપે 132, શિવસેનાએ 57, NCPએ 41, JSSએ 2, RYSP અને RSVAએ એક-એક બેકક જીતી છે, આમ મહાયુતિએ કુલ 234 બેઠકો જીતવાની સાથે ફરી સરકાર બનાવવા તરફ આગળ વધી રહી છે. જ્યારે મહા વિકાસ આઘાડીના સાથી પક્ષો શિવસેના યુબીટીએ 20, કોંગ્રેસે 16, NCPSPએ 10, સમાજવાદી પાર્ટીએ બે, CPIM અને PWPIએ એક-એક બેઠક પર જીત નોંધાવી છે. આમ આ ગઠબંધને કુલ 50 બેઠકો જીતી છે. અન્ય પક્ષોની વાત કરીએ તો અપક્ષે બે બેકો, RSPK અને AIMIMએ એક-એક બેઠક જીતી છે.

આ પણ વાંચો : 'બોગસ વોટિંગ થાય છે, હવેથી અમે નહીં લડીએ પેટાચૂંટણી...' કદાવર નેતા માયાવતીની મોટી જાહેરાત


Google NewsGoogle News